મોદી 3.0ને શેર બજારના સલામ, Sensex પહેલી વખત 77000ને પાર અને Niftyએ..

મોદી 3.0ને શેર બજારના સલામ, Sensex પહેલી વખત 77000ને પાર અને Niftyએ..

06/10/2024 Business

SidhiKhabar

SidhiKhabar

મોદી 3.0ને શેર બજારના સલામ, Sensex પહેલી વખત 77000ને પાર અને Niftyએ..

દેશમાં NDAની સરકાર આવી ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. મોદી 3.0ને સોમવારે શેર બજારે પણ સલામ કર્યા અને ઇતિહાસ રચી દીધો. અઠવાડિયાના પહેલા દિવસ સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેરોવાળું સેન્સેક્સ (Sensex) 324.64 અંકની શાનદાર તેજી સાથે પહેલી વખત 77,000ના સ્તર પાર નીકળી ગયો. તે 77,017 પર ખૂલ્યું. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી (Nifty) ઇન્ડેક્સે પણ બજાર ખૂલવા સાથે જ 105 અંકોની છલાંગ લગાવી દીધી. ગયા અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ એટલે કે શુક્રવારે BSEના સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1618.86 અંક કે 2.16 ટકાની તેજી સાથે 76,693.41 સ્તર પર બંધ થયું હતું.


તેજી સાથે ખૂલ્યા 2196 શેર:

તેજી સાથે ખૂલ્યા 2196 શેર:

શેર બજારમાં શુક્રવારની તેજી યથાવત રહી અને સેન્સેક્સ 77,017ના સ્તર પર ખૂલ્યા બાદ વધુ તેજી લેતા 77,079.04ના સ્તર પર પહોંચી ગયું, જે BSE ઇન્ડેક્સનું નવું ઓલટાઇમ હાઇ લેવલ છે. માર્કેટમાં કારોબારની શરૂઆત સાથે લગભગ 2196 શેર તેજી સાથે લીલા નિશાન પર ખૂલ્યા, જ્યારે 452 કંપનીઓના શેરોને ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર શરૂ કર્યો. તો 148 શેરોની સ્થિતિમાં કોઈ બદલાવ નજરે ન પડ્યો. શરૂઆતી કારોબારમાં નિફ્ટી ઇન્ડેક્સ પર અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને શ્રીરામ ફાઇનાન્સના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી. તેની સામે ટેક મહિન્દ્રા, ડૉ. રેડ્ડીઝ લેબ, ઈન્ફોસિસ, LTI માઇન્ડટ્રી અને હિન્ડાલ્કો જેવા શેરોમાં ઘટાડો નોંધાયો.


અદાણી-અંબાણીના શેર લીલા નિશાન પર

અદાણી-અંબાણીના શેર લીલા નિશાન પર

શેર બજારમાં લિસ્ટેડ ભારતીય અબજપતિ ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં તેજી જોવા મળી. અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સથી લઈને અદાણી પાવરના શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. તો એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેર પણ લગભગ 1 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યા હતા. તો લાર્જ કેપ શેરોમાં પાવર ગ્રીડના શેર 3.65 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.36 ટકા, એક્સિસ બેંકના શેર 1.74 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા. એ સિવાય મિડકેપ કેટેગરીમાં પતંજલિના શેર 4.98 ટકા, Whilpoolના શેર 3.14 ટકા, IDBI બેંકના શેર 3.46 ટકા, બેંક ઓફ ઈન્ડિયાના શેર 3.0 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યા હતા. તો સ્મોલકેપ કંપનીઓમાં Wardinmobiના શેરમાં 20 ટકા, Reliance Infraમાં 11 ટકાની તેજી નોંધાઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top