સૌથી સસ્તા સ્માર્ટફોનથી માંડીને 5G સર્વિસ સુધી, જાણો રિલાયન્સની AGMમાં થયેલી જાહેરાતો

સૌથી સસ્તા સ્માર્ટફોનથી માંડીને 5G સર્વિસ સુધી, જાણો રિલાયન્સની AGMમાં થયેલી જાહેરાતો

06/24/2021 Business

SidhiKhabar

SidhiKhabar

સૌથી સસ્તા સ્માર્ટફોનથી માંડીને 5G સર્વિસ સુધી, જાણો રિલાયન્સની AGMમાં થયેલી જાહેરાતો

નવી દિલ્હી : દેશની ટોચની કંપનીઓમાં સ્થાન પામતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે 44મી વાર્ષિક સામાન્ય સભા (અન્યુઅલ જનરલ મિટિંગ) યોજાઈ હતી. આ મિટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટા સ્તરે રોકાણ કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત સોલાર ફોટોવોલ્ટિક સેલ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રીસિટી સ્ટોરેજ બેટરી અને ફ્યુઅલ સેલમાં નિર્માણ માટે 3 વર્ષમાં 75,000 કરોડના રોકાણની ઘોષણા પણ કરી. તેમણે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન જીયો નેક્સ્ટ લોન્ચ કર્યો અને 5G સેવાની પણ વાત કરી.

સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે, તેમણે નવા ઉર્જા પરિવેશ માટે જરૂરી તમામ મહત્વના ઉપકરણોના ઉત્પાદન અને એકીકરણ માટે ચાર મોટા સોલાર ફોટોવોલ્ટિક મોડ્યુલ કારખાના, એનર્જી સેવિંગ બેટરીના નિર્માણના કારખાના, ઇલેક્ટ્રોલાઇઝર કારખાનાઓ અને ફ્યુલ સેલ કારખાનાઓના પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટના નિર્માણ માટે 60,000 કરોડના રોકાણ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે, આ ઉપરાંત અન્ય એન્જિનિયરીંગ પ્રોજેક્ટ્સમાં 15,000 કરોડના ખર્ચ કરવામાં આવશે.

વિશ્વના સૌથી સસ્તા સ્માર્ટફોન જીયો નેક્સ્ટનું લોન્ચિંગ

એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ ગૂગલની ભાગીદારીવાળા નવા સ્માર્ટફોન જીયો નેક્સ્ટને લોન્ચ કર્યો. મુકેશ અંબાણીએ જીયો નેક્સ્ટને લઈને કહ્યું કે, આ ફોન વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. ગૂગલના સીઈઓ સુંદર પીચાઈએ આ સ્માર્ટ ફોનની લાક્ષણિકતા જણાવતાં કહ્યું કે, આ ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ અપડેટ્સ મળશે. આ ડીવાઈસને ભારત માટે જ બનાવવામાં આવ્યું છે જે આ વર્ષે જ બજારમાં આવી જશે. તેમણે કહ્યું કે, આ 5G સેવા દ્વારા એક અરબથી વધુ ભારતીયોને ઝડપી ઇન્ટરનેટ સાથે જોડવાની તક મળશે. જીયો નેક્સ્ટ 10 સપ્ટેમ્બર આસપાસ બજારમાં ઉપલબ્ધ બનશે.

5G સર્વિસની ઘોષણા, ડીવાઈસ તૈયાર થઈ રહ્યા છે, 1 GB પ્રતિ સેકંડ સ્પીડનું અનુમાન

મુકેશ અંબાણીએ કહ્યું કે, જીયો અન્ય કંપનીઓ સાથે મળીને 5G ડીવાઈસ બનાવી રહી છે. જીયોએ દુનિયાની બીજી કંપનીઓને પણ 5G ડીવાઈસ એક્સપોર્ટ કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, જીયો 5G સોલ્યુશનની ટોપ સ્પીડ 1 જીબી પ્રતિ સેકંડ સુધી પહોંચી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top