મુકેશ અંબાણીની કંપનીનો નવો પ્લાન, Blinkit, Zeptoને મળશે ટક્કર
ક્વીક કોમર્સ સ્પેસ તેજીથી પોપ્યુલર થઈ રહ્યું છે. આ માર્કેટમાં ઘણી બ્રાન્ડ્સ પહેલાથી ઉપસ્થિત છે. હાલમાં આ કેટેકરીમાં Blinkit, Zepto અને Instamart જેવી બ્રાન્ડ છે. આ કંપની અત્યારે મોટા શહેરોમાં જ પોતાની સર્વિસ ઓફર કરે છે. તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ ક્વીક માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ, રિલાયન્સ જિયો માર્ટ (Reliance Jio Mart) જલદી જ આ માર્કેટમાં રી-એન્ટ્રી કરી શકે છે. જો કે, કંપની શરૂઆતમાં 7-8 શહેરોમાં જ ફોકસ કરશે, જેને ધીરે ધીરે વધારીને 1000 શહેરો સુધી પહોંચાડવામાં આવશે. કંપની દિલ્હી-NCR, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, પૂણે, હૈદરાબાદ અને કોલકાતામાં આ સર્વિસને જલદી શરૂ કરી શકે છે.
જિયો માર્ટ આ માર્કેટમાં એકદમ નવો ખેલાડી નહીં હોય. કંપની અગાઉ પણ 90 મિનિટમાં સામાન ડિલિવર કરતી હતી. તેના માટે જિયો માર્ટ એક્સપ્રેસ સર્વિસ યુઝ કરવાની રહેતી હતી. આ સર્વિસને કંપનીએ એક વર્ષ અગાઉ બંધ કરી દીધી હતી. આ સર્વિસને કંપનીએ નવી મુંબઈ અને મુંબઈના બીજા એરિયામાં લોન્ચ કરી હતી. હવે કંપનીએ 30 મિનિટમાં સામાન ડિલિવર કરવા પર ટાર્ગેટ રાખ્યો છે. જ્યાં Blinkit, Zepto અને Swiggy 10-15 મિનિટમાં ગ્રોસરી અને નોન ગ્રોસરી આઈટમ ડિલિવર કરે છે તો જિયો માર્ટે 30 મિનિટનો ટાર્ગેટ રાખ્યો છે. શરૂઆતમાં કંપની માત્ર ગ્રોસરી જ ડિલિવર કરશે. જો કે, પછી તેને બીજા સેક્ટરમાં એક્સપેંડ કરવામાં આવશે.
હાલમાં આ માર્કેટમાં Blinkitનો દબદબો છે. કંપની પાસે ક્વીક કોમર્સ સેક્ટરના લગભગ 40-45 ટકા માર્કેટ શેર છે. રિલાયન્સની જેમ ફ્લિપકાર્ટ પણ આ સેક્ટરમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. ક્વીક કોમર્સનો કોન્સેપ્ટ તેજીથી પોપ્યુલર થઈ રહ્યો છે. યુવાઓને આ માર્કેટ પ્લેસ વધુ પસંદ આવી રહ્યું છે. જ્યાંથી થોડી મિનિટમાં તેમણે સામાન મળી શકે છે. જિયો માર્ટ પોતાની સર્વિસ માટે રિલાયન્સ રિટેલ નેટવર્કનો ઉપયોગ કરશે, જેનાથી તેજીથી સામાનોને લોકો સુધી પહોંચાડી શકશે. હાલમાં જિયો માર્ટ પર યુઝર્સને શેડ્યુલ્ડ ડિલિવરી અને નેક્સ્ટ ડે ડિલિવરીનો વિકલ્પ મળે છે. આ માર્કેટમાં રિલાયન્સના આવ્યા બાદ કંપિટિશન વધશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp