3 વખત કર્યા લગ્ન, 4 વર્ષ બાદ છૂટાછેડા, વાંચો હાર્દિક અને નતાશાની હાર્ટ બ્રેકિંગ લવ સ્ટોરી

3 વખત કર્યા લગ્ન, 4 વર્ષ બાદ છૂટાછેડા, વાંચો હાર્દિક અને નતાશાની હાર્ટ બ્રેકિંગ લવ સ્ટોરી

07/19/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

3 વખત કર્યા લગ્ન, 4 વર્ષ બાદ છૂટાછેડા, વાંચો હાર્દિક અને નતાશાની હાર્ટ બ્રેકિંગ લવ સ્ટોરી

છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના લગ્ન જીવનમાં મતભેદ હોવાના સમાચારો ચાલી રહ્યા હતા. આ દરમિયાન આ અફવાઓને સાચી સાબિત કરતા બંનેએ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે લખ્યું છે કે, '4 વર્ષ એક સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો છે. અમે એક સાથે રહેવાનો ખૂબ પ્રયાસ કર્યો અને પોતાનું બધું આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવાનો નિર્ણય યોગ્ય છે.


અગસ્ત્ય જિંદગીનું સેન્ટર રહેશે

અગસ્ત્ય જિંદગીનું સેન્ટર રહેશે

તેણે આગળ લખ્યું, આ ખૂબ મુશ્કેલ નિર્ણય હતો. અમે એક સાથે સારો સમય વિતાવ્યો છે. અમે એકબીજાની ઇજ્જત કરીએ છીએ અને એક પરિવાર તરીકે સાથે રહ્યા છીએ. અમારી જિંદગીમાં અગસ્ત્ય છે જે અમારી જિંદગીનું સેન્ટર રહેશે. અમે તેની ખુશી માટે જે કંઈ કરી શકીએ, તે કરીશું. અમે આ સમયમાં તમારો સાથ ઇચ્છીએ છીએ અને એવું ઇચ્છીએ છીએ કે આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમારી પ્રાઇવસીનું સન્માન કરો. આ સમાચારો દરમિયાન ફેન્સમાં કપલની લવસ્ટોરીની ચર્ચા શરૂ કરી દીધી છે, પરંતુ શું તમે જાણો છો કે હાર્દિક પંડ્યા ક્યારે, કેવી રીતે અને ક્યાં મળ્યો?


હાર્દિક અને નતાશાની હાર્ટ બ્રેકિંગ લવ સ્ટોરી

હાર્દિક અને નતાશાની હાર્ટ બ્રેકિંગ લવ સ્ટોરી

રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને નતાશાની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઇ હતી અને તેમને પહેલી નજરમાં પ્રેમ થઇ ગયો હતો. હાર્દિકે  પોતાના પરિવાર સાથે નતાશાને મળાવી. એટલું જ નહીં બંનેએ પરિવાર સાથે દિવાળીની ઉજવી. ત્યારબાદ નતાશા ઘણી ક્રિકેટ પાર્ટીઓમાં હાર્દિક પંડ્યા સાથે જોવા મળી. બંનેએ 1 જાન્યુઆરી 2020ના રોજ મિત્રો સાથે ક્રૂઝ પાર્ટીમાં સગાઈ કરી. ત્યારબાદ એ જ વર્ષે મેમાં કોરોનાકાળમનાં બંનેએ લગ્ન કર્યા, ત્યારબાદ 30 જુલાઈ 2020ના રોજ કપલ પહેલા બાળક અગસ્ત્યના માતા-પિતા બન્યા. જ્યારે 2023 માં, કપલે ભવ્ય લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં તેમનો પરિવાર અને ખાસ મિત્રો સામેલ થયા. આ લગ્ન 2 રીત-રિવાજોથી થયા હતા, જેની તસવીરો કપલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.


નતાશા પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી

નતાશા પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી

ઉલ્લેખનીય છે કે માર્ચ 2024થી બંનેના બ્રેકઅપ અને ડિવોર્સના સમાચાર આવવાની શરૂ થઇ ગયા હતા. તો બંનેને ખૂબ ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે છૂટાછેડાની જાહેરાત અગાઉ નતાશા પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top