હવે આ બેંક iPhone ખરીદવા પર ડિસ્કાઉન્ટ કે EMI ઓફર નહીં આપે, જાણો શું છે મામલો

હવે આ બેંક iPhone ખરીદવા પર ડિસ્કાઉન્ટ કે EMI ઓફર નહીં આપે, જાણો શું છે મામલો

09/03/2024 Business

SidhiKhabar

SidhiKhabar

હવે આ બેંક iPhone ખરીદવા પર ડિસ્કાઉન્ટ કે EMI ઓફર નહીં આપે, જાણો શું છે મામલો

જો તમે પણ Appleની પ્રોડક્ટ્સ અથવા iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. હવે Appleની પ્રોડક્ટ્સ ખરીદવા પર તમને HDFC બેંકની ઑફર્સ નહીં મળે. હકીકતમાં, દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFCએ 5 વર્ષ બાદ iPhone મેન્યૂફેક્ચરિંગ દિગ્ગજ Apple સાથેની ભાગીદારી સમાપ્ત કરી દીધી છે. જેના કારણે હવે લોકોને iPhone સિવાય Appleની પ્રોડક્ટ્સ પર આ બેંક તરફથી ઑફર કે કોઇ ડિસ્કાઉન્ટ નહીં મળે. આ એ લોકો માટે ઝટકો છે, જે HDFC બેંકના ગ્રાહક છે અને તહેવારોની સીઝનમાં વેચાણની રાહ જોઇ રહ્યા છે. તેમને ફેસ્ટિવ સીઝન દરમિયાન બેંક તરફથી Apple પ્રોડક્ટ્સ પર કોઇ ખાસ ડીલ મળવાની નથી.


ભાગીદારીનો ખર્ચ અને આવકની સમીક્ષા

ભાગીદારીનો ખર્ચ અને આવકની સમીક્ષા

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં HDFC બેંકના ગ્રુપ હેડ પરાગ રાવના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે તેઓ આ ભાગીદારીના ખર્ચ અને આવકની સમીક્ષા કરી રહ્યા છે. અમે ભાગીદારીમાંથી માત્ર અસ્થાયી વિરામ લીધો છે. અમે 5 વર્ષ સાથે કામ કર્યું. આ કંપની સાથે અમારા ખૂબ સારા સંબંધ છે. જો કે, હવે તેની સમીક્ષા કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ થઇ ગઇ હતી. Apple અને HDFC બેંક વચ્ચેની ભાગીદારીના કારણે ક્રેડિટ કાર્ડ દ્વારા કંપનીના ઉત્પાદનો પર કેશબેક અને EMI સુવિધાઓ આપવામાં આવે છે, જે હવે શક્ય નહીં બને.


કેમ બગડી વાત

કેમ બગડી વાત

Appleની વેબસાઇટ અનુસાર, તેઓ અમેરિકન એક્સપ્રેસ, એક્સિસ બેંક અને ICICI બેંક કાર્ડ પર કેશબેક અને EMI સુવિધા આપી રહ્યા છે. પરાગ રાવે કહ્યું કે Appleએ ઘણી બેંકો સાથે કરાર કર્યા છે. અમે છેલ્લા 5 વર્ષથી માત્ર તેમને જ આ સેવા આપી રહ્યા હતા. એવામાં ભાગીદારીને લઇને વિચારવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું હતું. બેંક તહેવારોની સીઝન માટે તૈયાર છે. અમને વિશ્વાસ છે કે ડિપોઝિટ અને ક્રેડિટ ગ્રોથ તેજીથી થશે.


આ વસ્તુઓમાં થઇ રહ્યો છે સુધારો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અસુરક્ષિત રિટેલ લોન અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ અમારા પોર્ટફોલિયોમાં ચિંતા કરવા જેવું કંઇ નથી. અમે દેશની સૌથી મોટી ખાનગી બેંક છીએ. અમે જોખમી વ્યવસાય જોઇતો નથી. અમે પેપેજમાં ઘણા સુધારા કર્યા છે. અમારી આ પેમેન્ટ એપના 1.4 કરોડ ગ્રાહકો છે. અમે NPCI સાથે મળીને કામ કરી રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top