ગૌતમ અદાણીની કંપનીઓમાં 43500 કરોડ રોકનારા 3 વિદેશી એકાઉન્ટ ફ્રીઝ, શેર્સમાં જોરદાર પછાડ

ગૌતમ અદાણીની કંપનીઓમાં 43500 કરોડ રોકનારા 3 વિદેશી એકાઉન્ટ ફ્રીઝ, શેર્સમાં જોરદાર પછાડ

06/14/2021 Business

SidhiKhabar

SidhiKhabar

ગૌતમ અદાણીની કંપનીઓમાં 43500 કરોડ રોકનારા 3 વિદેશી એકાઉન્ટ ફ્રીઝ, શેર્સમાં જોરદાર પછાડ

નવી દિલ્હી : નેશનલ સિક્યુરિટીઝ ડીપોઝિટરી લિમિટેડે (એનએસડીએલ) કારોબારી ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારી 3 વિદેશી કંપનીઓના એકાઉન્ટ ઉપર રોક લગાવી દીધી છે. આ વિદેશી ફંડિંગ કંપનીઓએ અદાણી જૂથની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાના રોકાણ કર્યા છે. એકાઉન્ટ ફ્રીઝ થઈ જતાં અદાણીના શેર્સમાં 10 થી 15 ટકાનો ઘટાડો આવી ગયો છે. એનએસડીએલની વેબસાઈટ મુજબ, આ એકાઉન્ટ્સ 31 મેએ કે તેના પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યા છે.

એલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ફંડના એકાઉન્ટ ઉપર એનએસડીએલે રોક લગાવી દીધી છે. ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, આ કંપનીઓની ઓનરશીપ (માલિકી) વિશે પૂરતી જાણકારી ન આપવાને કારણે એનએસડીએલે આ કાર્યવાહી કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેથી હવે આ કંપનીઓ પોતાના ખાતાના શેર વેચી પણ નહીં શકે અને નવા શેર ખરીદી પણ નહીં શકે. અદાણી જૂથની રોકાણકાર કંપનીઓના ખાતાં ફ્રીઝ થઈ જવાના સમાચાર ફેલાતાં જ અદાણી જૂથના શેર્સ 15 ટકા સુધી તૂટી જઈને 1361.25 રૂપિયા થઈ ગયા છે.

હજી સુધી આ સમાચાર અંગે અદાણી જૂથ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે એટલું જાણવા મળ્યું છે કે આ ત્રણેય ફંડિંગ કંપનીઓ મોરેશિયસની છે અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ તેમને વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (એફપીઆઈ)ના રૂપમાં રજીસ્ટર પણ કરી છે. આ ત્રણેય ફંડનું અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે.

એનએસડીએલે કહ્યું કે, એન્ટી મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત આ ત્રણ એકાઉન્ટથી ફાયદો ઉઠાવનારી કંપનીઓની માલિકી અંગે પૂરતી જાણકારી ન આપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત લાભ મેળવનાર માલિકી અંગે પૂરી જાણકારી આપવી જરૂરી બને છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top