દરિયામાં ઓઇલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે ભીષણ ટક્કર, કિલોમીટરો સુધી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દે

દરિયામાં ઓઇલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે ભીષણ ટક્કર, કિલોમીટરો સુધી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા; 32 ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

03/11/2025 World

SidhiKhabar

SidhiKhabar

દરિયામાં ઓઇલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે ભીષણ ટક્કર, કિલોમીટરો સુધી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દે

North Sea: ઉત્તરી ઈંગ્લેન્ડના દરિયાકાંઠા નજીક ઉત્તર સમુદ્રમાં સોમવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં દરિયામાં, એક તેલ ટેન્કર અને એક માલવાહક જહાજ વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઇ હતી. જેના કારણે બંને જહાજોમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગ્રિમ્સબી પૂર્વ બંદરના વડા માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બ્રિટિશ ઇમરજન્સી સેવાઓએ લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડ અને ઘણી લાઇફબોટ ઘટનાસ્થળે મોકલી હતી. પરંતુ આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકોને જહાજ છોડીને ભાગવું પડ્યું.


આ દુર્ઘટનામાં 19 પાયલટોનો બચાવ થયો

આ દુર્ઘટનામાં 19 પાયલટોનો બચાવ થયો

બચાવ કામગીરીના ભાગ રૂપે, 13 લોકોને વિન્ડકેટ 33 જહાજ દ્વારા લાવવામાં આવ્યા હતા, જ્યારે બંદર પાઇલટ બોટની મદદથી 19 અન્ય લોકોને બચાવવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. UK મેરીટાઇમ અને કોસ્ટગાર્ડ એજન્સીએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં અનેક લાઇફબોટ, કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર અને અગ્નિશામક ક્ષમતા ધરાવતા જહાજો સામેલ હતા. BBC દ્વારા જાહેર કરાયેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે, બંને જહાજોમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે, અને આગની જ્વાળાઓ દૂરથી દેખાઈ રહી છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેમણે 'આગનો વિશાળ ગોળો' જોયો હતો, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે.


ટક્કર બાદ જહાજમાં આગ લાગી

ટક્કર બાદ જહાજમાં આગ લાગી

શિપ મોનિટરિંગ કરનારી વેબસાઇટ વેસલ ફાઇન્ડર અનુસાર, ટક્કોરનો ભોગ બનેલા ટેન્કર પર એમ.વી. સ્ટેના ઇમેક્યૂલેટ હતું, જે અમેરિતન ધ્વજ હેઠળ ચાલતું એક રાસાયણિક અને તેલ ઉત્પાદક જહાજ હતું. તે ગ્રીસથી આવી રહ્યું હતું અને અકસ્માત સમયે તે લંગરાયેલું હતું. તો, કાર્ગો જહાજ 'સોલોંગ' પોર્ટુગલના ધ્વજ હેઠળ સ્કોટલેન્ડના ગ્રેન્જમાઉથથી નેધરલેન્ડના રોટરડેમ જઈ રહ્યું હતું. ટક્કર બાદ આ જહાજમાં પણ આગ લાગી ગઈ હતી.


અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે

અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે

આ ટક્કર સવારે 9:48 વાગ્યે GMT (ભારતીય સમય મુજબ બપોરે 3:18 વાગ્યે) થઈ હતી. આ સ્થળ લંડનથી લગભગ 250 કિમી ઉત્તરમાં હલ કિનારા પાસે આવેલું છે. કોસ્ટ ગાર્ડને જેવો જ કટોકટીનો સંદેશ મળ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. આ ઘટના બાદ દરિયાઈ અવરજવર ખોરવાઈ ગઇ હતી અને આસપાસના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, અને અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top