યુવા ખેડૂતે પરાળને બનાવ્યું કમાણીનું માધ્યમ, સ્ટ્રા બેલરથી કમાઈ રહ્યો છે લાખો રૂપિયા

યુવા ખેડૂતે પરાળને બનાવ્યું કમાણીનું માધ્યમ, સ્ટ્રા બેલરથી કમાઈ રહ્યો છે લાખો રૂપિયા

10/27/2023 National

SidhiKhabar

SidhiKhabar

યુવા ખેડૂતે પરાળને બનાવ્યું કમાણીનું માધ્યમ, સ્ટ્રા બેલરથી કમાઈ રહ્યો છે લાખો રૂપિયા

સોનીપતનો રહેવાસી યુવા ખેડૂત સચિન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સચિને પરાળની સમસ્યાનું સમાધાન કાઢી લીધું છે. યુવા ખેડૂત પરાળના અવશેષોમાંથી સ્ટ્રા બેલર (બંડલ) બનાવીને સીઝનમાં ફેક્ટ્રી, ખૂમ્બી ફાર્મ, રિફાઇનરીમાં વેચીને 6-7 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. સચિનનું કહેવું છે કે તેઓ ખેડૂતોને જાગૃત કરીને તેમના પાકના અવશેષોને ખરીદીને સ્ટ્રા બેલર બનાવીને વેચે. પાક કપાયા બાદ પરાળ એક મોટી સમસ્યા બની જાય છે, ખેડૂત તેણે સળગાવે છે જેનાથી પ્રદૂષણ ફેલાય છે.


પરાળ વેચીને ખેડૂત કમાઈ રહ્યો છે 6-7 લાખ રૂપિયા:

પરાળ વેચીને ખેડૂત કમાઈ રહ્યો છે 6-7 લાખ રૂપિયા:

પરાળના ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં પણ પરેશાની થાય છે. તો બીજી તરફ ખેતરોમાં પરાળ સળગાવવાથી માટીમાં જોવા મળતા મિત્ર કિટકો પણ નષ્ટ થઈ જાય છે. પરાળ સળગાવવાથી ન માત્ર વાયુ પ્રદૂષિત થઈને પર્યાવરણને જોખમ ઉત્પન્ન કરી રહ્યું છે, પરંતુ તેનાથી માટીની ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે. સરકાર ખેડૂતોને જાગૃત કરવામાં લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે. યુવા ખેડૂત સચિન આડોશ-પડોશના ગામમાં અને જિલ્લાના ખેડૂતો પાસે 1,000 રૂપિયામાં પરાળ ખરીદે છે અને 30 મિનિટની અંદર બધા અવશેષોના બંડલ બનાવીને વેંચી દે છે. એમ કરીને તે દર સીઝને 6-7 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. કૃષિ વિભાગના અધિકારી નવીન હુડ્ડાનું કહેવું છે કે પરાળથી સોનીપતના ગુમાડનો રહેવાસી જિલ્લા માટે ઉદાહરણ બન્યો છે.


સચિન અત્યાર સુધી 600 એકરથી વધુ પરાળથી સ્ટ્રા બેલર બનાવી ચૂક્યો છે:

સચિન અત્યાર સુધી 600 એકરથી વધુ પરાળથી સ્ટ્રા બેલર બનાવી ચૂક્યો છે:

પરાળની સમસ્યાને પહોંચીવળવા સરકાર ખેડૂતોને સબસિડી પર આ મશીન આપી રહી છે, જેથી પરાળનું સમાધાન યોગ્ય ઢંગે થઈ શકે. સચિન અત્યાર સુધી 600 એકર કરતાં વધુના પરાળનું સ્ટ્રા બેલર બનાવી ચૂક્યો છે. કૃષિ વૈજ્ઞાનિકો મુજબ, પરાળ સળગાવવાથી ખેતરમાં ઉપસ્થિત નાઈટ્રોજનનું 100 ટકા, ફૉસ્ફરસનું 25 ટકા, પોટાસનું 20 ટકા અને સલ્ફરનું 60 ટકા નુકસાન થાય છે. તેનાથી ખેતરનો ભેજ પણ જતો રહે છે, જેથી ખેડૂતોને ડબલ નુકસાન થાય છે. તેનાથી જમીનની ઉર્વરા શક્તિ પણ ઘટી જાય છે. આજે દેશમાં સરકારી, ગેર-સરકારી સંસ્થાઓ સાથે વ્યક્તિગત રૂપે પણ લોકો તેણે પહોંચીવળવા માટે રસ્તા કાઢી રહ્યા છે. એવામાં આ બેલર મશીન દરેક હિસાબે ફાયદાનો સોદો સાબિત થઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top