Parliament Monsoon Session: આવકવેરા બિલ સહિત લોકસભામાં 4 અને રાજ્યસભામાં 5 બિલ પાસ, ચોમાસુ સત્રના 16માં દિવસે 9 બિલ પસાર થયા
Parliament Monsoon Session: સંસદના વર્તમાન ચોમાસુ સત્રના ચોથા અઠવાડિયાની શરૂઆત જોરદાર રાજકીય ખેંચતાણ સાથે થઈ. વિરોધ પક્ષોના સભ્યોએ બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો. તો, શાસક પક્ષ પણ મન બનાવીને આવ્યું હોય કે જેટલા બિલ પેન્ડિંગ છે, બધા એક જ દિવસમાં પાસ કરાવી લેવા છે. જોરદાર હોબાળા વચ્ચે સોમવારે લોકસભામાંથી 4 અને રાજ્યસભામાંથી 5 બિલ પસાર કરવામાં આવ્યા હતા.
સંસદના બંને ગૃહોમાંથી એક જ દિવસમાં કુલ 9 બિલ પાસ કરવામાં આવ્યા, જેમાં આવકવેરા બિલ, કરવેરા કાયદો (સંશોધન) બિલ, મણિપુર બજેટ અને મણિપુર GST બિલ જેવા મહત્ત્વપૂર્ણ બિલોનો સમાવેશ થાય છે. કેટલાક બિલો પર ટૂંકી ચર્ચા કરવામાં આવી, જ્યારે કેટલાક ચર્ચા વિના પાસ કરી દેવામાં આવ્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં આવકવેરા બિલ અને કરવેરા કાયદો (સંશોધન) બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલો ચર્ચા વિના પાસ થઈ ગયા.
જ્યારે બપોરે 2:00 વાગ્યે ગૃહની કાર્યવાહી બીજી વખત શરૂ થઈ, ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ આ બંને બિલો વિચારણા અને પાસ કરવા માટે રજૂ કર્યા. જ્યારે આ 2 બિલો રજૂ કરવામાં આવ્યા, ત્યારે વિપક્ષ ગૃહમાં નહોતો. આ બિલો પર ટૂંકી ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યો ગૃહની કાર્યવાહીમાં જોડાવા આવ્યા અને વેલમાં આવી ગયા અને નારેબાજી શરૂ કરી દીધી.
હોબાળા વચ્ચે સંક્ષિપ્ત ચર્ચા બાદ મંત્રી માંડવિયાએ આનો જવાબ આપ્યો. બંને બિલો લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા. ત્યારબાદ ગૃહની કાર્યવાહી સાંજે 4:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. જ્યારે સાંજે 4:00 વાગ્યે ગૃહની કાર્યવાહી ત્રીજી વખત શરૂ થઈ, ત્યારે આવકવેરા બિલ અને કરવેરા કાયદા સુધારા બિલ લોકસભામાં રજૂ થતા સાથે જ પાસ કરી દેવામાં આવ્યા.
જોરદાર હોબાળા વચ્ચે રાજ્યસભામાંથી કુલ 5 બિલો પસાર કરવામાં આવ્યા. બપોરે 2:00 વાગ્યે બીજી વખત ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ, નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મણિપુર બજેટ 2025-26, મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સંશોધન) બિલ 2025 અને મણિપુર એપ્રોપ્રિએશન (નંબર 2) બિલ 2025 રજૂ કર્યા. જ્યારે આ બિલો ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે વિપક્ષના સભ્યો ગૃહમાં હાજર નહોતા. ભાજપના રાજ્યસભાના સભ્ય મહારાજા સનાજાઓબા લીશંબાએ મણિપુર સંબંધિત આ બિલો પર ચર્ચા શરૂ કરી. ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ SIRના મુદ્દા પર મેમોરેન્ડમ રજૂ કરવા માટે ચૂંટણી પંચના કાર્યાલય તરફ કૂચ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. તેના પર, ગૃહના નેતા જે.પી. નડ્ડાએ કહ્યું કે આ બિલ સાથે સંબંધિત નથી, એટલે તે રેકોર્ડ પર ન જવું જોઈએ.
તેમણે આસન પરથી અધ્યક્ષને બિલ પર ચર્ચા ચાલુ રાખવા અપીલ કરી. ડૉ. સસ્મિત પાત્રા અધ્યક્ષ સ્થાને હતા. રાજ્યસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ જેપી નડ્ડાના નિવેદન પર મુદ્દો ઉઠાવતા કહ્યું કે કોનું ભાષણ જશે તેનો નિર્ણય અધ્યક્ષ લે છે. અહીં, ગૃહના નેતા કહી રહ્યા છે કે, વિપક્ષના નેતાના ભાષણને કાર્યવાહીમાંથી કાઢી દેવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp