Video : ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી જતા લોકો પાયલટે જીવ જોખમમાં મૂકીને જે કર્યું તે જોઇને ગર્વ થશ

Video : ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી જતા લોકો પાયલટે જીવ જોખમમાં મૂકીને જે કર્યું તે જોઇને ગર્વ થશે

06/22/2024 National

SidhiKhabar

SidhiKhabar

Video : ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી જતા લોકો પાયલટે જીવ જોખમમાં મૂકીને જે કર્યું તે જોઇને ગર્વ થશ

બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું, પછી ટ્રેન આગળ વધી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ડીઆરએમએ બંને ડ્રાઇવરોને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.


જીવ જોખમમાં નાખીને લીકેજને ઠીક કરી

સમસ્તીપુર રેલ્વે ડિવિઝનના વાલ્મિકી નગર અને પાનિયાવા સ્ટેશનની વચ્ચે બનેલા બ્રિજ નંબર 382 પરના લોકો એન્જિનના અનલોડર વાલ્વમાંથી અચાનક એર પ્રેશર લીક થવા લાગ્યું. જેના કારણે પુલ પર વચ્ચે ટ્રેન અટકી ગઈ. જ્યાં લીકેજ થઈ રહ્યું હતું ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો ન હતો, તેથી લોકો પાયલોટ અને મદદનીશ લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં નાખીને લીકેજને ઠીક કરવા માટે ટ્રેનની નીચે સરકીને ગયા


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


10,000 રૂપિયાનું ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવાની જાહેરાત

લોકો પાયલોટ અજય કુમાર યાદવ અને સહાયક લોકો પાયલોટ નરકટિયાગંજ રણજીત કુમાર બ્રિજ પર લટકીને અને સરકીને એન્જિનમાંથી લીકેજની જગ્યાએ પહોંચ્યા. લોકો પાયલોટના આ સાહસથી ભરપૂર કામને જોઈને સમસ્તીપુર રેલવે ડિવિઝનના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે બંને ચાલકોને 10,000 રૂપિયાનું ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવાની જાહેરાત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top