ટેરિફ બાદ AI વૉર! PM મોદી પેરિસ પહોંચ્યા અને AI પર શરૂ થયું યુદ્ધ! એલોન મસ્કે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી પેરિસમાં AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે. જોકે, આ સમિટ અગાઉ જ સ્ટારલિંકના માલિક એલોન મસ્કના એક ટ્વીટે હાહાકાર મચાવી દીધો છે. હકીકતમાં, મસ્કે માઇક્રોસોફ્ટ AI ખરીદવાની ઓફર આપી દીધી છે.
એલોન મસ્ક તેમના બોલ્ડ નિર્ણયો માટે જાણીતા છે અને તાજેતરમાં તેમણે OpenAIને ફરીથી હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે, જે તેમણે સેમ ઓલ્ટમેન સાથે 2015 માં શરૂ કર્યું હતું. OpenAIમાં મસ્કનો રસ તેમના ટ્વિટર સંપાદનની યાદ અપાવે છે, પરંતુ બંને કિસ્સાઓમાં કેટલાક મહlત્ત્વપૂર્ણ તફાવતો છે. એલોન મસ્કનું ટ્વીટરનું અધિગ્રહણ એક મોટો અને લાંબો સંઘર્ષ હતો. આખરે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું, જેનાથી ટેક્નોલોજી ક્ષેત્રમાં તેમનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું. મસ્કે ટ્વીટરને મુક્ત અભિવ્યક્તિ અને નવીનતા માટેનું પ્લેટફોર્મ બનાવવાના હેતુથી ખરીદ્યું.
તેનાથી વિરુદ્વ, મસ્કનો OpenAI સાથેનો સંબંધ વ્યક્તિગત છે. મસ્કે, સેમ ઓલ્ટમેન સાથે મળીને, જનતાના હિતમાં AI વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 2015માં OpenAIની સ્થાપના કરી હતી. જોકે મસ્કે પાછળથી OpenAI છોડી દીધું હતું, પરંતુ તાજેતરના મૂલ્યાંકનમાં થયેલા ભારે વધારાએ તેમને કંપની તરફ પાછા ખેંચ્યા છે. ટ્વીટરના કિસ્સામાં, પ્લેટફોર્મના મૂલ્યાંકન પર ચર્ચા થઈ હતી, ત્યારે OpenAIના 300 બિલિયન ડૉલરના જંગી મૂલ્યાંકને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તાજેતરમાં, જાપાનના સોફ્ટબેન્કે આ કિંમતે OpenAIનું મૂલ્યાંકન કર્યું હતું અને મસ્ક હવે તેને પોતાના AI પ્રોજેક્ટ, xAI માં મર્જ કરવા આતુર છે.
મસ્કની ટ્વિટર બીડ સફળ રહી, પરંતુ OpenAIના કિસ્સામાં તેમને સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સેમ ઓલ્ટમેન, જે હવે OpenAIના વડા છે. તેમણે મસ્કની ઓફરને કઠોર શબ્દોમાં નકારી કાઢી છે. ઓલ્ટમેને મજાકમાં એમ પણ કહ્યું કે જો મસ્ક ઇચ્છે તો તેઓ ટ્વીટર તેમને 9.7 બિલિયન ડોલરમાં વેચી શકે છે.
મસ્કની દલીલ એ છે કે OpenAIનો હેતુ જાહેર હિતમાં AIને બિન-લાભકારી સંસ્થા તરીકે વિકસાવવાનો હતો. તેમનું માનવું છે કે તેને નફાકારક કંપનીમાં રૂપાંતરિત કરવું ખોટું છે. મસ્કે એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે OpenAI હવે "ઓપન સોર્સ" (બધા માટે મફત ઉપલબ્ધ) હોવું જોઈએ જેથી તેની ટેક્નોલોજીનો ઉપયોગ કોઈપણ કરી શકે.
મસ્કની લાંબા ગાળાની યોજના OpenAIને xAI સાથે મર્જ કરીને AIના ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવાની છે. જોકે, xAI હજુ સુધી અપેક્ષા મુજબ સફળ થયું નથી, અને તેથી મસ્ક હવે OpenAI સાથે તેની શક્તિઓને જોડીને આ ક્ષેત્રમાં નેતૃત્વ સ્થાપિત કરવા માગે છે.
આ સંઘર્ષ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે AI ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. આગામી ગ્લોબલ AI સમિટ પેરિસમાં યોજાવાની છે, જ્યાં વિશ્વના નેતાઓ અને AI નિષ્ણાતો ભેગા થશે. આ સમિટનો હેતુ AIના ભવિષ્ય પર ચર્ચા કરવાનો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રોને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમિટના સહ-અધ્યક્ષ તરીકે આમંત્રણ આપ્યું છે, જે AI વિકાસમાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
ટેક્નિકલ દુનિયામાં ભારતના વધતા મહત્ત્વને અવગણી શકાય નહીં. તાજેતરમાં, સેમ ઓલ્ટમેન દિલ્હીની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે ભારતીય અધિકારીઓ સાથે AI પર સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. ઓલ્ટમેને ભારત સરકાર સાથે AI પ્રોજેક્ટ્સ પર કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી, જે ભારતને આ ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી બનવામાં મદદ કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp