Business : શું તમારે પણ રોકાણ કરવું છે? તો પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લાભ લ્યો, રૂપિયા થશે ડબલ

Business : શું તમારે પણ રોકાણ કરવું છે? તો પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લાભ લ્યો, રૂપિયા થશે ડબલ

11/18/2022 Business

SidhiKhabar

SidhiKhabar

Business : શું તમારે પણ રોકાણ કરવું છે? તો પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લાભ લ્યો, રૂપિયા થશે ડબલ

બિઝનેસ ડેસ્ક : જો તમે રૂપિયાનું સુરક્ષીત રોકાણ કરીને સારું રિટર્ન મેળવવા માગો છો તો આ માહિતી તમારા માટે અતિ ઉપયોગી છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની સ્કીમ વિષે માહિતી આપીશું. જેમાં તમને સારું રિટર્ન મળશે. એની સાથે બીજા ઘણા ફાયદાઓ પણ મળશે. અમે વાત કરી રહ્યા છીએ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ વિશેની. આ સ્કીમમાં તમને બેંકથી વધુ વ્યાજ મળશે. આ સ્કીમને પોસ્ટ ઓફિસની એફડી પણ કહેવામાં આવે છે. એજ કારણે લોકો બેંકની જગ્યાએ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.


કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો

કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો

પોસ્ટ ઓફિસની સ્કીમો સારું વ્યાજ આપવા સક્ષમ માનવામાં આવે છે. રોકાણને લઈને જો તમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ તમારા માટે યોગ્ય વિકલ્પ છે. ટાઈમ ડિપોઝીટ, પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝીટ સ્કીમ છે. જેમાં તમને કમ્પાઉન્ડિંગના હિસાબે વ્યાજનો ફાયદો મળશે.

કમ્પાઉન્ડિંગ વ્યાજને કારણે પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા તમે જમા કરેલ રકમને 10 વર્ષમાં ડબલ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે લાંબા ગાળા સુધી રૂપિયા જમા રાખવા પડશે. એનું કારણ એ છે કે કમ્પાઉન્ડ વ્યાજનો ફાયદો લાંબા ગાળે જ પ્રાપ્ત થાય છે. જેમાં તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે રૂપિયા જમા કરાવી શકો છો. 1 વર્ષ માટે 5.5% વ્યાજ દર મળે છે. તેમજ 2 અને 3 વર્ષ માટે પણ 5.5% વ્યાજ મળે છે. પરંતુ જો 5 વર્ષ માટે જમા કરવામાં આવે તો 6.7% વ્યાજ મળવા પાત્ર છે અને ઈન્ક્મ ટેક્સ સંબંધિત લાભો પણ મળવા પાત્ર છે.


કોણ ખોલાવી શકે એકાઉન્ટ

કોણ ખોલાવી શકે એકાઉન્ટ

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં કોઈ પણ ભારતીય ખાતું ખોલાવી શકે છે. અથવા 3 પુખ્તવયના લોકો સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોના નામથી માતા પિતા પણ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ ખોલી શકે છે. જેમાં 1000 રૂપિયા જમા કરીને એકાઉન્ટ ખોલી શકાય છે.


રૂપિયા ડબલ

રૂપિયા ડબલ

જો કોઈ 1 લાખ રૂપિયાનું રોકાણ 5 વર્ષની મેચ્યોરીટી ટર્મ ડિપોઝિટથી કરે છે તો, વાર્ષિક 6.7% ના હિસાબથી 5 વર્ષ પછી 1,39,407 રૂપિયા થઇ જશે. હવે જો તમે ટાઈમ ડિપોઝિટી સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરો છો તો તમારા રૂપિયા ડબલ થવામાં 129 મહિનાનો સમય લાગશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top