‘કાશ્મીરી પંડિતો પાકિસ્તાન...’, જમ્મુની રેલીમાં રાહુલ ગાંધી આ શું બોલી ગયા?
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કાશ્મીરી પંડિતોને પાકિસ્તાનથી આવેલા શરણાર્થી ગણાવી દીધા હતા. જો કે, તેમણે તરત જ પોતાની ભૂલ સુધારી અને કહ્યું કે તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી દેશમાં આવતા શરણાર્થીઓ વિશે વાત કરી રહ્યા હતા. જમ્મુમાં પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક રેલીને સંબોધતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, મનમોહન સિંહે PoKથી આવેલા શરણાર્થીઓને વાયદો કર્યો હતો. એ વાયદો પૂરો થશે. માફ કરજો, મનમોહન સિંહે કાશ્મીરી પંડિતોને આપેલો વાયદો પૂરો કરાશે.
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં કાશ્મીરી પંડિતોની 'ઘર વાપસી' હંમેશાં મહત્વનો મુદ્દો રહ્યો છે. તમને જણાવી દઇએ કે વર્ષ 1990માં આતંકવાદી ઘટનાઓ બાદ મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો તેમના ઘર છોડીને ઘાટીમાંથી પલાયન કરી ગયા હતા. ત્યારબાદ ઘણી ચૂંટણીઓ યોજાઇ જેમાં કાશ્મીરી પંડિતોની વાપસી અંગે ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજ સુધી એ શક્ય બન્યું નથી. રેલીમાં રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી કે અમે કોઇ રાજ્યનો દરજ્જો છીનવી લીધો હોય અને તે રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું હોય.
PoK Will Be Part Of India - MODI govtWhereas Rahul Gandhi is still confused between POK refugees and Kashmiri panditsAccidental LOP 🤣🤣🤣 pic.twitter.com/OANqmMu9nu — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 25, 2024
PoK Will Be Part Of India - MODI govtWhereas Rahul Gandhi is still confused between POK refugees and Kashmiri panditsAccidental LOP 🤣🤣🤣 pic.twitter.com/OANqmMu9nu
તેમણે કહ્યું એવું ક્યારેય ન થવું જોઇતું નહોતું અને હું તમને ખાતરી આપું છું કે જો ભાજપ (ચૂંટણી પછી) રાજ્યનો દરજ્જો નહીં આપે તો, અમે - ઇન્ડિયા ગઠબંધન, જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો અપાવવા લોકસભા, રાજ્યસભા પોતાની તમામ તાકાત લગાવીશું અને અહીં સુધી કે રસ્તા પર પણ ઉતરીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઉપરાજ્યપાલ દ્વારા 'બહારના લોકોને' ફાયદો કરાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો. રાહુલે કહ્યું કે, જ્યાં સુધી ઉપરાજ્યપાલ છે ત્યાં સુધી બહારના લોકોને ફાયદો થશે અને સ્થાનિક લોકોની અવગણના થતી રહેશે. આ જ કારણ છે કે જમ્મુ-કાશ્મીરમ પાસેથી રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો. તેઓ ઇચ્છે છે કે બહારના લોકો જમ્મુ-કાશ્મીર ચલાવે, સ્થાનિક લોકો નહીં.
તેમણે સભામાં હાજર લોકોને કહ્યું કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ "તમારો અધિકાર અને તમારું ભવિષ્ય" છે અને તેના વિના જમ્મુ અને કાશ્મીર આગળ વધી શકે નહીં. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે દેશના બાકીના ભાગોમાં પણ નાના અને મધ્યમ ઉદ્યોગો પર વ્યવસ્થાગત હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે સરકારની 'મેક ઇન ઇન્ડિયા' પહેલની પણ ટીકા કરી અને તેને 'મેક ઇન અદાણી' કાર્યક્રમ ગણાવ્યો અને દાવો કર્યો કે આ નીતિ હેઠળ તમામ કોન્ટ્રાક્ટ બિઝનેસ ગ્રુપ અદાણીને આપવામાં આવી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp