Champions Trophy: ટીમ ઇન્ડિયા તો ફાઈનલમાં પહોંચી પણ કેપ્ટન રોહિત શર્માને થયું આ નુકસાન! હવે કઈ

Champions Trophy: ટીમ ઇન્ડિયા તો ફાઈનલમાં પહોંચી પણ કેપ્ટન રોહિત શર્માને થયું આ નુકસાન! હવે કઈ રીતે ભરપાઈ કરશે?

03/05/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Champions Trophy: ટીમ ઇન્ડિયા તો ફાઈનલમાં પહોંચી પણ કેપ્ટન રોહિત શર્માને થયું આ નુકસાન! હવે કઈ

Champions Trophy: ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત મનાય છે. સાથે જ અહીં ભારે રસાકસી પણ જોવા મળે છે. ગઈકાલ સુધી જે સ્ટાર હતો, એ આજે જમીન પર પછડાઈ શકે છે. અને કોઈ વાર એથી ઉલટું ય થઇ શકે છે! હાલમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી સીરીઝ દરમિયાન ભારતે પોતાના પરંપરાગત અને કટ્ટર હરીફ ગણાતા પાકિસ્તાનની બુરી વલે કરી છે. રોહિત શર્માની કેપ્ટન્સી નીચે ટીમે સુંદર પર્ફોરમન્સ કરીને ફાઈનલ મેચમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. પરંતુ રોહિત માટે અંગત રીતે આ સ્પર્શા ખોટનો સોદો સાબિત થઇ છે.


રોહિતને શા માટે નુકસાન થયું? કોહલીનો ફાયદો ક્યાં?

રોહિતને શા માટે નુકસાન થયું? કોહલીનો ફાયદો ક્યાં?

એક તરફ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, તો બીજી તરફ ICC ODI રેન્કિંગ જાહેર કરવામાં આવી છે અને મોટા સમાચાર એ છે કે ટોપ 10 બેટ્સમેનોમાં 4 ભારતીય ખેલાડીઓ છે. શુભમન ગિલ પ્રથમ સ્થાને યથાવત છે, જ્યારે વિરાટ કોહલીએ એક સ્થાનની છલાંગ લગાવીને ચોથું સ્થાન હાંસલ કર્યું છે. જોકે, કેપ્ટન રોહિત શર્માને મોટી ખોટ પડી છે. તે બે સ્થાન ઘટીને પાંચમા સ્થાને આવી ગયો છે. બાબર આઝમની વાત કરીએ તો તે બીજા નંબરે અને હેનરિક ક્લાસેન ત્રીજા નંબરે છે.

રોહિતને ICC ODI રેન્કિંગમાં મોટો ફટકો પડી ગયો છે. રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તે સતત ચાર મેચમાં નિષ્ફળ રહ્યો છે. તેને સારી શરૂઆત મળી હતી પરંતુ રોહિત મોટા રન બનાવવામાં નિષ્ફળ રહ્યો. સેમીફાઈનલમાં સારી શરૂઆત છતાં ભારતીય કેપ્ટન 28 રન પર ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો, જેનાથી ચાહકોને પણ ભારે નિરાશા સાંપડી હતી હવે રોહિતે આનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.


વિરાટ કોહલીને બલ્લે બલ્લે

વિરાટ કોહલીને બલ્લે બલ્લે

રોહિતને નુકસાન થયું છે પરંતુ વિરાટ કોહલી સારા ફોર્મમાં છે. પાકિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ આ અનુભવી બેટ્સમેને હવે સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ જમણેરી બેટ્સમેને 98 બોલમાં 84 રન બનાવ્યા હતા. તેની શાનદાર બેટિંગના આધારે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. બીજી તરફ સતત બે મેચમાં નિષ્ફળ રહેલો શુભમન ગિલ નંબર 1 પર છે પરંતુ તેના રેટિંગ પોઈન્ટમાં ઘટાડો થયો છે. હવે ગિલ, બાબર અને વિરાટના સ્કોરમાં બહુ ફરક નથી. જો વિરાટ કોહલી આવું જ પ્રદર્શન કરતો રહેશે તો તે શુભમન ગિલને સીધો પડકાર આપી શકે છે. જોકે, બે ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં અડધી સદી ફટકારનાર શ્રેયસ અય્યરને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. આ ખેલાડી 9મા નંબરથી 8મા સ્થાને પહોંચી ગયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top