પુતિનના નજીકના ગણાતા રશિયન ઉદ્યોગપતિને ઝેર અપાયું? શાંતિવાર્તા બાદ દેખાયા લક્ષણો

પુતિનના નજીકના ગણાતા રશિયન ઉદ્યોગપતિને ઝેર અપાયું? શાંતિવાર્તા બાદ દેખાયા લક્ષણો

03/29/2022 World

SidhiKhabar

SidhiKhabar

પુતિનના નજીકના ગણાતા રશિયન ઉદ્યોગપતિને ઝેર અપાયું? શાંતિવાર્તા બાદ દેખાયા લક્ષણો

વર્લ્ડ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 34 વર્ષથી ચાલતું યુદ્ધ હજુ શમ્યું નથી. હજુ પણ યુક્રેનમાં બોમ્બમારો ચાલુ જ છે તેમજ અનેક શહેરો તબાહ થઇ ચૂક્યાં છે. બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વાટાઘાટોના પણ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમાં ખાસ સફળતા મળી નથી. ત્યારે રશિયાના અરબપતિ અને પુતિનના ખાસ ગણાતા વ્યક્તિને ઝેર આપવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાતા ખળભળાટ મચી ગયો છે.


આ મહિનાની શરૂઆતમાં જ રશિયા અને યુક્રેન તરફથી પ્રતિનિધિમંડળો બેલારૂસમાં મળ્યા હતા અને બંને પક્ષે વાતચીત થઇ હતી. આ વાતચીત દરમિયાન જ ચેલ્સીના માલિક રશિયન ઉદ્યોગપતિ રોમન અબ્રામોવિચને ઝેર આપવામાં આવ્યું હોય તેવી આશંકા છે. તેમનામાં ઝેરના લક્ષણો જોવા મળ્યા છે તો યુક્રેનના પણ બે અધિકારીઓને ઝેર અપાયાની આશંકા છે.

પુતિનના ખાસ ગણાતા રોમન અબ્રામોવિચ યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થતા કરવા માટે અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે અને જે માટે તેમણે બેલારૂસ તેમજ કિવમાં યોજાયેલી શાંતિવાર્તા માટેની બેઠકમાં ભાગ પણ લીધો હતો. યુક્રેન-બેલારૂસ બોર્ડર પર ત્રણ માર્ચે બેઠક યોજાઈ હતી અને જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી.


રશિયન કટ્ટરપંથીઓનો હાથ હોવાની આશંકા

એક રિપોર્ટ અનુસાર, થોડા સમય પહેલા યુક્રેનની રાજધાની કિવમાં યોજાયેલી એક બેઠક બાદ રોમન અબ્રામોવિચને ઝેર આપવામાં આવ્યું હતું. આ બેઠક બાદ તેમના શરીરમાં નોંધપાત્ર ફેરફારો દેખાયા હતા અને તેમની સાથે યુક્રેનના પણ બે અધિકારીઓમાં ચામડી ઉતરવી, આંખો લાલ થવી, શરીરનો દુઃખાવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર, હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ પોઈઝન અટેક પાછળ કોનો હાથ હોય શકે પરંતુ રશિયાના કટ્ટરપંથીઓ પર આરોપ લાગ્યો છે. આ કટ્ટરપંથીઓ બંને દેશો વચ્ચે ચાલતી વાતચીતમાં વિક્ષેપ પાડવાના ઉદ્દેશ્યથી આમ કરતા હોવાની આશંકા છે. શાંતિવાર્તાને નિષ્ફળ બનાવવાના હેતુથી આ કેમિકલ અટેક કરવામાં આવ્યો હોય તેવું અનુમાન છે.


હાલ અબ્રામોવિચ અને અન્ય લોકોની તબિયત સ્થિર છે અને જોખમથી બહાર છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કેમિકલ અટેક મારવા માટે નહતો પરંતુ માત્ર એક ધમકી હતી.

રોમન અબ્રામોવિચ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત નજીકના અને વિશ્વાસપાત્ર વ્યક્તિ ગણાય છે. તેથી જ તેઓ બંને દેશો વચ્ચેની વાતચીતનો હિસ્સો બન્યા હતા. આ ઉપરાંત ફૂટબોલ જગતની જગવિખ્યાત ટીમ ચેલ્સીના તેઓ માલિક છે. તેમની નેટવર્થ હાલ ૧૨૫.4 અબજ ડોલર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top