IPL: સંજૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સંબંધો ખરાબ થયા? પોતે જ આ ફ્રેન્ચાઇઝીથી છૂટકારો મેળવવા માગે છે
સંજૂ સેમસન અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના સંબંધો લગભગ સમાપ્ત થઈ ગયા છે. વિકેટકીપર-બેટ્સમેને રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટને સ્પષ્ટપણે કહી દીધું છે કે તે હવે ટીમ સાથે રહેવામાં રસ ધરાવતો નથી. સંજૂ સેમસને રાજસ્થાન રોયલ્સ સાથે ઔપચારિક રૂપે વિનંતી કરી છે કે તે તેને ટ્રેડ કરે અથવા રીલિઝ કરે. IPL ફ્રેન્ચાઇઝીએ CSK સહિત અનેક વિકલ્પો શોધ્યા છે, જેણે રસ દાખવ્યો છે. પરંતુ રાજસ્થાન માત્ર પૈસામાં જ ડીલ કરવા તૈયાર નથી.
હવે સવાલ એ ઊભો થાય છે કે, શું રાજસ્થાન રોયલ્સ સંજૂ સેમસનને ખેલાડીના બદલે ટ્રેડ કરશે કે તેને હરાજીમાં રીલિઝ કરશે? એક સવાલ એ પણ ઊભો થાય છે કે નિયમો શું કહે છે? શું કોઈ ખેલાડીને તેની મંજૂરી વિના બળજબરીથી ટીમમાં રાખી શકાય છે? નિયમો અનુસાર, તે ખેલાડીની પોતાની પસંદગી નહીં, હોઈ શકે કે તે ફ્રેન્ચાઇઝ સાથે રહેવા માગે છે કે નહીં. એકવાર કોઈ ખેલાડીનો કરાર થઈ જાય તો પછી ભલે તે રીટેન્શન દ્વારા હોય કે હરાજી દ્વારા તે ત્રણ વર્ષ માટે ફ્રેન્ચાઇઝીનો થઈ જાય, તેને ટ્રેડ કે રીલિઝ કરવાનો નિર્ણય પૂરી રીતે ફ્રેન્ચાઇઝી પર રહે છે. સંજૂ સેમસનનો કરાર 2027 સીઝનના અંત સુધી રહેશે.
કેપ્ટન તરીકે સંજૂ સેમસન ઇચ્છશે કે તે મનપસંદ બેટિંગ પોઝિશનમાં રમે. તેને ઓપનિંગ કરવાનું પસંદ છે. ભારતની T20 ટીમમાં આ તેની ભૂમિકા છે, પરંતુ ગત સીઝનના મધ્યમાં રાજસ્થાન રોયલ્સે યશસ્વી જાયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની જોડીને આ જવાબદારી સોંપી હતી. જોકે, તેના અલગ થવાનું આ એકમાત્ર કારણ નહીં હોઈ શકે.
ચેન્નાઈ સુપર કિંગ્સે ખુલ્લેઆમ રસ દાખવ્યો છે, પરંતુ ફ્રેન્ચાઇઝી તેના કોઈપણ ખેલાડીને રીલિઝ કરવા તૈયાર નથી, જેના કારણે ડાયરેકટ ટ્રેડની શક્યતા દૂર થાય છે. સેમસન 18 કરોડ રૂપિયાનો ખેલાડી છે. એવામાં, રાજસ્થાન માત્ર પૈસામાં જ ડીલ કરવા તૈયાર નથી, તે ઈચ્છે છે કે તેને કોઈ ખેલાડી મળે અથવા કોઈ પ્રકારનો લાભ થાય. ધોની અને રુતુરાજ ગાયકવાડ છેલ્લા એક અઠવાડિયાથી ચેન્નાઈમાં ફ્રેન્ચાઇઝીના હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યાં આ અંગે થોડી ચર્ચા જરૂર થઈ હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp