સાવધાન! : આ સોશિયલ મીડિયા એપ પર સ્ટોક ટ્રેડિંગ કરવું પડશે ભારે, સેબીએ લગાવ્યો ભારે દંડ

સાવધાન! : આ સોશિયલ મીડિયા એપ પર સ્ટોક ટ્રેડિંગ કરવું પડશે ભારે, સેબીએ લગાવ્યો ભારે દંડ

01/13/2022 Business

SidhiKhabar

SidhiKhabar

સાવધાન! : આ સોશિયલ મીડિયા એપ પર સ્ટોક ટ્રેડિંગ કરવું પડશે ભારે, સેબીએ લગાવ્યો ભારે દંડ

બિઝનેસ ડેસ્ક : સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ દ્વારા થતી છેતરપીંડીના કિસ્સામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળે  છે. ઈન્ટરનેટ છેતરપિંડીનાં વારંવારના ઉદાહરણોમાં બિઝનેસ ફ્રોડ, ક્રેડિટ કાર્ડ છેતરપિંડી, ઈન્ટરનેટ ઓક્શન ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ, ફિશિંગ કૌભાંડ, લોટરી કૌભાંડો, ઘરે ઓનલાઇન કામ કરો અને પૈસા કમાવવાની યોજનાઓનો સમાવેશ થાય છે.
     
હાલમાં ટેલિગ્રામ, વૉટ્સ એપ અને ટ્વિટર જેવી એપ પર થઈ રહેલા સ્ટોક ભલામણ કૌભાંડ પર સેબીએ મોટું પગલું ભર્યું છે. માર્કેટ રેગ્યુલેટરે અહીં વેપાર કરતા છ વ્યક્તિઓ પર 2.84 કરોડનો દંડ ફટકાર્યો છે તેમજ તેમને શેરબજારમાં પ્રવેશવની પણ મનાઈ ફરમાવી છે. આ વ્યક્તિઓ શેરના ભાવમાં હેરફેર કરીને અને ગેરકાયદેસર નફો કમાવવા માટે સોશિયલ મીડિયા ચેનલોનો ઉપયોગ કરતા હતા. જેમાં તેઓ રોકાણકારોને અનિચ્છનીય સ્ટોક લે-વેચ માટે સલાહ આપતા હતા.

સેબીમાં રજીસ્ટર્ડ થયા વગર સ્ટોક ટિપ્સ આપતા હતા

સેબીમાં રજીસ્ટર્ડ થયા વગર સ્ટોક ટિપ્સ આપતા હતા

સેબીએ વ્યક્તિઓને તેમના એસ્ક્રો એકાઉન્ટ્સમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી થતા નફાને અલગ કરવા જણાવ્યું છે. માર્કેટ રેગ્યુલેટરે છ વ્યક્તિઓને પ્રત્યક્ષ કે આડકતરી રીતે સિક્યોરિટીની ખરીદી, વેચાણ અથવા વ્યવહાર કરવા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે. આ લોકો પ્રિવેન્શન ઓફ ફ્રોડ અને રિસર્ચ એડવાઇઝરી રૂલ્સ પર સેબીના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ લોકો સેબીમાં રજીસ્ટર્ડ થયા વગર સ્ટોક ટિપ્સ આપતા હતા.

સ્ટોક ટીપ્સમાંથી ગેરકાયદેસર કમાણી

માર્કેટ રેગ્યુલેટર સોશિયલ મીડિયા અથવા ટીવી ચેનલો પર અનરજિસ્ટર્ડ સંશોધન વિશ્લેષકો દ્વારા આપવામાં આવતી સ્ટોક ટીપ્સની વધુને વધુ નોંધ લઈ રહ્યું છે. આ સંસ્થાઓ અન્ય રોકાણકારોના ખર્ચે ઝડપી નાણાં કમાવવા માટે સ્ટોક ટીપ્સ આપે છે. તેના 37 પાનાના આદેશમાં સેબીએ જણાવ્યું હતું કે, આ એન્ટિટી ટેલિગ્રામ દ્વારા ક્લાસિક પંપ અને ડમ્પ સ્કીમમાં સામેલ છે.

ઝડપી પૈસા કમાવા માટે બોગસ મેસેજ મોકલતા

ઝડપી પૈસા કમાવા માટે બોગસ મેસેજ મોકલતા

આ વ્યક્તિઓ પહેલા સ્મોલ-કેપ કંપનીઓમાં મોટા જથ્થામાં શેર ખરીદતા હતા અને પછી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા આવા શેરોમાં તાત્કાલિક ભાવ વધારાની મજબૂત સંભાવના દર્શાવતા પાયાવિહોણા સંદેશાઓ મોકલતા હતા અને અન્ય લોકોને તે શેર ખરીદવા માટે પ્રોત્સાહિત કરતા હતા. સેબીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે, શેરના ભાવમાં થયેલા વધારાનો લાભ લેવા માટે તેઓએ તેમના શેર વેચ્યા હતા. વારંવાર થતી ફરિયાદોને પગલે, માર્કેટ રેગ્યુલેટરે તપાસ શરૂ કરી હતી. તેની તપાસ દરમિયાન, સેબીને જાણવા મળ્યું કે, ઈન્ટ્રાડે કોલ્સ-બુલ રન ઈન્વેસ્ટમેન્ટ એજ્યુકેશનલ ચેનલ (Intraday Calls-Bull Run Investment Educational Channel) નામની ટેલિગ્રામ ચેનલે આ કહેવાતી સ્ટોક ભલામણો પ્રસારિત કરી છે. ખૂબ જ ઓછા સમયમાં ચેનલને 50,000 ફોલોઅર્સ મળી ગયા છે.

રિસર્ચ એનાલિસ્ટ હોવાનો દાવો કરે છે

સેબીના સભ્ય એસકે મોહંતીએ જણાવ્યું હતું કે, "NOTICE દ્વારા ચલાવવામાં આવતી ટેલિગ્રામ ચેનલમાં સબ્સ્ક્રાઇબર્સ/રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે અને આવી સોશિયલ મીડિયા ચેનલના રોકાણકારો/સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા જેટલી વધારે, તેટલી નફાની ટકાવારી પણ વધુ હોય છે. તેઓએ એવો પણ ખોટો દાવો કર્યો છે કે, તેઓ 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને શેરબજારના સંશોધન વિશ્લેષકો છે તેમજ તેઓ સેબી રિસર્ચ એનાલિસ્ટ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં છે."

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top