જે કંપનીએ અદાણી ગ્રુપ પર સનસનીખેજ આરોપ લગાવીને ભારતમાં હાહાકાર મચાવી દીધો હતો, તેને બંધ કરવાનો વારો આવ્યો
જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ સામે અનેક ગંભીર આરોપો લગાવનાર અમેરિકન શૉર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ હવે બંધ થઈ ગઈ છે. કંપનીના સ્થાપક નાથન એન્ડરસને પોતે કહ્યું છે કે તેમણે કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. એન્ડરસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, 'અમારી યોજના એ હતી કે અમે જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ કર્યા બાદ કંપની બંધ કરી દઈએ અને આજે તે દિવસ આવી ગયો છે.' આ ફર્મગ્રાઉન્ડ બ્રેકિંગ ફાઈનાન્શિયલ ઇન્વેસ્ટીગેશનનું કામ કરતી હતી. તેની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી. અમે કેટલાક સામ્રાજ્યોને હલાવી દીધા જેને અમને હલાવવાની જરૂર લાગી.'
વર્ષ 2023ના પહેલા મહિનામાં, હિન્ડેનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ હતા. આ અહેવાલ બાદ, અદાણી ગ્રુપની કંપનીઓના શેર 80% સુધી ઘટ્યા હતા. હિન્ડનબર્ગના આ અહેવાલે રાજકીય વર્તુળોમાં પણ ખૂબ જ ગરમાગરમી મચાવી દીધી હતી. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. પાછળથી, SEBIની તપાસમાં પણ કંઈ બહાર આવ્યું નહીં. જ્યારે આરોપો સાચા ન નીકળ્યા, ત્યારે અદાણી ગ્રુપની કંપનીઓના શેર ફરીથી ઉછળ્યા. ગૌતમ અદાણીએ કહ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ ફક્ત જૂથને અસ્થિર કરવા માટે જ નહીં પરંતુ ભારતને રાજકીય રીતે બદનામ કરવા માટે પણ લાવવામાં આવ્યો હતો.
A Personal Note From Our Founderhttps://t.co/OOMtimC0gV — Hindenburg Research (@HindenburgRes) January 15, 2025
A Personal Note From Our Founderhttps://t.co/OOMtimC0gV
અદાણી ગ્રુપ ઉપરાંત, હિન્ડેનબર્ગ રિસર્ચે ડોરસીના બ્લોક ઇન્ક અને ઇકાનન ઇકાન એન્ટરપ્રાઇઝિસ જેવી ઘણી મોટી કંપનીઓ પર અહેવાલો પ્રકાશિત કર્યા હતા. બ્લૂમબર્ગના મતે, તે વર્ષે આ ત્રણેય કંપનીઓની સંયુક્ત સંપત્તિમાં 99 અબજ ડૉલરનું નુકસાન થયું હતું. જ્યારે આ જૂથોની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 173 અબજ જૉલરનો ઘટાડો થયો હતો. તેમની પોસ્ટમાં, એન્ડરસન કંપનીની સફર અને સંઘર્ષો વિશે વાત કરી છે. હિન્ડનબર્ગ રિસર્ચને 3 કેસ મા અને નાણાકીય પડકારોનો પણ સામનો કરવો પડ્યો. એન્ડરસને હિન્ડનબર્ગ દ્વારા વિકસિત સંશોધન અને પ્રક્રિયાઓને ઓપન-સોર્સ કરવાની યોજનાઓ પણ શેર કર્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp