Rajugiri Goswamis Controversial Statement: કથાકાર રાજુગિરી ગોસ્વામીની લપસી જીભ, બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ આપી દીધું વિવાદાસ્પદ નિવેદન
Rajugiri Goswamis Controversial Statement: જાણીતી હસ્તીઓ, મોટિવેશનલ સ્પીકરો કે કથાકારો કેટલીક વખત એવા નિવેદનો આપી દેતા હોય છે કે જેના કારણે વિવાદ ઉભો થઇ જતો હોય છે. આવું જ કંઈક બન્યું છે સાવરકુંડલાના કથાકાર રાજુગિરી સ્વામી સાથે. કચ્છમાં ચાલી રહેલી કથામાં તેમની જીભ લપસી ગઈ અને બ્રાહ્મણ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવું નિવેદન આપી દીધું.
મળતી માહિતી મુજબ, કથાકાર રાજુગીરી ગોસ્વામીએ “બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઉંધા ચશ્મા પહેરાવે છે” તેવું નિવેદન આપતા બ્રહ્મ સમાજમાં રોષ ફેલાઈ ગયો છે. વ્યાસપીઠ પરથી આપવામાં આવેલા અપમાનજનક નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
રાજુગીરીના આ વિવાદસ્પદ નિવેદનને લઈને ધાર્મિક લાગણી દુભાવાથી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું આવ્યું છે. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રહ્મ સમાજ દ્વારા કથાકાર રાજુગીરી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ વ્યાસપીઠ પર બેસવા લાયક નથી.
રાજુગિરી બ્રાહ્મણો પર નિવેદન આપતા કહે છે કે, ‘દુનિયાને ઉંધા ચશ્મા એટલા પહેરાવી દીધા છે ને જેની કોઈ સીમા જ નથી. પ્રથમ તો 16 વર્ષ સુધી ઉપવાસ થાય જ નહીં. કોઈ દીકરી 7-8 વર્ષની હોય અને તેને તમે ઉપવાસ કરાવો તેનાથી મોટું કોઈ પાપ નથી. 8-10 વર્ષની દીકરીને તમે ઉપવાસ કરાવો તેનાથી મોટું પાપ કોઈ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp