હોડીમાં કાઢી સ્મશાન યાત્રા, અઢળક વરસતા વરસાદમાં સુરત ઉભરાયું
વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે અને વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઘણા વિસ્તારોમાં ઘર, દુકાનો, પાર્કિંગ, બેઝમેન્ટ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. શરૂઆતના વરસાદમાં જસુરત ઉભરવા લાગ્યું છે અને શહેરના રસ્તાઓ ડૂબી ગયા છે.
ધોધમાર વરસી રહેલા વરસાદથી સુરતના રાયમ ગામે પણ પાણી ભરાયા છે. ભારે હાલાકી વચ્ચે એવી પરિસ્થિતિ સર્જાય કે રસ્તા પર વહેતા પાણીમાં હોળી ઉતારવી પડી. રાયમ ગામમાં આધેડનું મૃત્યુ થતા સ્મશાન યાત્રા હોડીમાં કાઢવામાં આવી હતી. ગુજરાતમાં આજે વરસાદે દક્ષિણ ઝોનમાં બેટિંગ શરૂ કરી દીધી છે. સુરતના બારડોલીમાં આજે સવારે બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબકતાં મુશ્કેલી સર્જાઈ છે.
સાંબેલાધાર વરસાદને કારણે ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. જેણે કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદની આવી પરિસ્થિતિમાં 70 વર્ષના વ્યક્તિનું મોત થતા ગામના લોકોએ હોડીમાં અંતિમ યાત્રા કાઢી હતી. પાણી ભરાઈ જવાના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરતમાં સતત વરસાદથી ખાડી બે કાંઠે વહેતી થઈ હતી અને ખાડીનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. પૂણાગામ અને પર્વત ગામમાં પણ પાણી ભરાઈ ગયાં છે. સવારે બે કલાકમાં બારડોલીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. મહુવામાં 2.52, વ્યારામાં 2.48,સોનગઢમાં 2.17, માંડવીમાં 1.5, ઉમરપાડામાં 1.26, વાલોદમાં 1.22, પલસાણામાં 1.18, દેદિયાપાડામાં 1.14, સુરત શહેરમાં 1, ઓલપાડમાં 0.87 ઈંચ વરસાદ ખાબક્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp