ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

કેવો જશે તમારો આજનો દિવસ? આજે કયો અંક તમારા માટે શુભ છે? કયો રંગ ફળદાયી રહેશે? ટેરો ટેલ્સ દ્વારા જાણો

12/09/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 09 ડિસેમ્બર, બુધવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

THE CHARIOT

આજે તમારો વિલ પાવર સ્ટ્રોંગ રેહેશે, આજે તમે તમારા કોઈ સ્પેસિફિક ગોલ પર ધ્યાન આપશો, એક નવા સાહસ અને નવા ઉત્સાહ સાથે આગળ વધશો, ટ્રાવેલિંગ થઈ શકે છે, પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધવું, કોઈ બે અપોઝિટ પરિસ્થિતિ આવે તેવી શક્યતા છે, પરંતુ તમારે તમારા પર સેલ્ફ કંટ્રોલ રાખીને તમારા ગોલ પર ધ્યાન આપવું

કરિયર : આજે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધી કાઢશો, આજે તમારે તમારી પોઝિશન સંભાળીને ફોકસ સાથે કાર્ય કરવૂ

રિલેશન : રિલેશનમાં કોઈ અવરોધ આવે તેવી શક્યતા છે પરંતુ તેમાં જીત તમારી જ થશે, કોઈપણ પ્રકારના ઈનફ્લુએનસ માં આવી ને રિલેશન ખરાબ કરવા નહીં

હેલ્થ : પોઝિટિવિટી પર ધ્યાન આપવું

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક :2


વૃષભ રાશિ - Taurus

ACE OF WANDS

આજનો દિવસ પોઝિટિવ રહેશે, કોઈ મહત્ત્વનું કામ કરવા જઈ રહ્યા હો તો અગાઉ પ્લાનિંગ કરીને જવું, આજે પોતાની જાતને મોટીવેટેડ અનુભવશો, લાઇફમાં નવી નવી તક આવતી જણાશે, સફળતા પ્રાપ્ત થશે

 કરિયર : કાર્યમાં આવતા ચેલેન્જીસ તમારા માટે એક સારી તક બની જશે, જેનાથી તમે તમારુ કરિયર બનાવી શકશો, ડ્રીમ જોબ મળે તેવી શક્યતા છે, વારસામાં કોઈ ગિફ્ટ અથવા સંપત્તિ મળે તેવી શક્યતા છે

રિલેશન : રિલેશનમાં કોઈ નવી શરૂઆત થશે, જેમાં સગાઈ ,મેરેજ અથવા નવા સમાચાર આવી શકે છે

હેલ્થ : એનર્જીની કમી લાગે

શુભ રંગ : મરૂન

શુભ અંક : 1


મિથુન રાશિ – Gemini

THE MOON

આસપાસના લોકોના વર્તન ને લઈને અપસેટ થવું નહીં, કોઈ વસ્તુ સામે આવતા દુઃખ થાય તેવું બની શકે છે, કોઈની ચાડી ચુગલી થી દૂર રહેવું, પોતાના વિચારો પર કંટ્રોલ રાખવો, કોઈ તમારી લાઇફમાં દખલગીરી કરે તેવું બની શકે છે, અંતર આત્માના અવાજને સાંભળવો.

કરિયર : પોતાનો બિઝનેસ પ્લાન અથવા મોનોપોલી કોઈ જોડે શેર કરવી નહીં,

રિલેશન : ભૂતકાળનો કોઈ વ્યક્તિ તમારી લાઇફમાં ફરી આવે તેવી શક્યતા છે, પરંતુ ફરીથી કોઈ મિસ્ટેક કરવી નહીં

હેલ્થ : મનમાં થોડી અશાંતિ રહે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 3


કર્ક રાશિ – Cancer

THE SUN

આજનો દિવસ આનંદ આપનારો રહેશે, તમારા કાર્યમાં સમાજમાં ખ્યાતિ વધશે, કોઈ સારા સમાચાર આવે તેવી શક્યતા છે, આજનો દિવસ પોઝિટિવ રહેશે,સફળતા પ્રાપ્ત થશે, નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, જીવનમાં નવો બદલાવ આવતો જણાશે

કરિયર : કાર્યક્ષેત્રમાં પ્રશંસા પ્રાપ્ત થશે

રિલેશન : કોઈ નવા સમાચાર મળી શકે છે, નવા વિચારો તમારા રિલેશનને સારા બનાવશે

હેલ્થ : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 3


સિંહ રાશી - Leo

TWO OF PENTACLES

આજે કોઈ અગત્યનું પેમેન્ટ કરશો, મને કોઈ ખોટી જગ્યા પર ઇન્વેસ્ટ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું, આજે ટાઇમ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે, લાઇફમાં આવતા ઉતાર-ચઢાવ ને સારી રીતે બેલેન્સ કરી શકશો, આજે ખર્ચ કરવામાં પ્રાયોરિટી પર વધારે ધ્યાન આપવૂ

કરિયર : ટ્રેડિંગ માટે આજનો દિવસ યોગ્ય નથી,

રિલેશન : રિલેશનમાં કોઈ વસ્તુ જતી કરવી પડે તેવું બની શકે છે

હેલ્થ : વોકિંગ પર ધ્યાન આપવું

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક :2


કન્યા રાશિ - Virgo

NINE OF SWORDS

આજે પોતાને વધારે ઈમોશનલ અનુભવશો, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ની ચિંતામાં વિચારો વધતા જણાશે, જે વસ્તુ હકીકતમાં નથી બની તે વિચારીને દુઃખી થવું નહીં, પોતાના વિચારો પર કંટ્રોલ રાખવો, જીવનની સુખદ પળોને યાદ કરવી, તેમજ  હકારાત્મક વ્યક્તિઓ સાથે મુલાકાત કરવી

કરિયર : આજે કોઈ રોકાણ કરવું નહીં, ટ્રેડિંગ માં જવાની શક્યતા છે

રિલેશન : મધ્યમ રહેશે, પાર્ટનરના બિહેવ્યર થી પરેશાન થઇ શકો છો

હેલ્થ : હોર્મોન્સ ને લગતી તકલીફ થઈ શકે છે

શુભ રંગ : રેડ

શુભ અંક : 1


તુલા રાશિ - Libra

PAGE OF SWORDS

આજના દિવસે બિનજરૂરી આર્ગ્યુમેન્ટ થી દૂર રહેવું, આજે ગુસ્સા પર કંટ્રોલ રાખવો, પોતાની વાતને સાચી મનાવવા માટે કોઈ સંઘર્ષ ન થાય તેનું ધ્યાન રાખવું, બીજા લોકોને હરાવીને અથવા છેતરવા‌ થી બચવું, જ્યારે અમુક લોકો માટે આજનો દિવસ સફળ રહેશે, જમીન માટે અટવાયેલું કાર્ય પૂર્ણ થશે

કરિયર : કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે કોઈ વાદ વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું,

રિલેશન : કોમ્યુનિકેશન ગેપ ના લીધે સંબંધોમાં પ્રોબ્લેમ થઇ શકે છે

હેલ્થ : મનને શાંત રાખવા કોશિશ કરવી

શુભ રંગ : ઑલીવ ગ્રીન

શુભ અંક : 5


વૃશ્ચિક રાશિ - Scorpio

KNIGHT OF PENTACLES

આજે કોઈ નવી તક આવે તેવી શક્યતા છે, આજનો દિવસ પોઝિટિવ રહેશે, આજે તમે એનર્જેટિક રહેશો, કોઈપણ ચેલેન્જીસ નો સામનો કરી શકશો, આજનો દિવસ તમારી ફેવરમાં રહેશે

કરિયર : તમારી અંદર રહેલો કોન્ફિડન્સ તમને તમારો ટાસ્ક પૂરો કરવામાં મદદરૂપ થશે, કાર્યમાં સફળતા મળશે

રિલેશન : આજે તમારા પાર્ટનરમાં તમને બધું મળી ગયું હોય તેવી લાગણી થાય

હેલ્થ : ઇમ્યુનિટી વધવાને લીધે તબિયતમાં સુધારો આવતો જાય

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 5


ધનુ રાશિ - Sagittarius

TEMPERANCE

આજે તમે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ હશો આજનું કાર્ડ હકારાત્મક છે,આજનો દિવસ તમારા માટે એક નવો ઉત્સાહ લઈને આવશે કોઈ નવી શરૂઆત થતી હોય એવું લાગે, લાઈફનું સંતુલન જળવાતું લાગે,

કરિયર : આજના દિવસે ટ્રેડીંગ કરવામાં ધ્યાન આપવું બની શકે તો ટ્રેડિંગ ટાળવું,

રિલેશન : આજે તમારે ઈમોશન અને પ્રેક્ટિકલ બંને સાઈડ નું બેલેન્સ રાખીને વિચારવું પડે, સંબંધો આગળ વધશે

હેલ્થ : પગ માં દુખાવાની ફરિયાદ રહે

શુભ રંગ : ઑફ વાઈટ

શુભ અંક : 5


મકર રાશિ - Capricorn

THREE OF CUPS

આજનો દિવસ હકારાત્મક રહેશે, ઘરમાં કોઈ પ્રસંગ માટે વિચારણા થાય તેવું બની શકે છે, નવું કોઈ કાર્ય અથવા નવો પ્રોજેક્ટ મળે તેવી શક્યતા છે, મિત્રો અને સગા-સંબંધીઓ જોડે મુલાકાત થાય તેવું બને આજનો દિવસ આનંદ આપનારો રહેશે, મહત્વનું કાર્ય કરી શકશો

કરિયર : નવા પ્રોજેક્ટ પર કાર્ય કરશો, જે તમારું નસીબ બદલ નારો બની શકે છે, નાણાકીય પ્રાપ્તિ થશે

રિલેશન : મધુરતા વઘશે, કોઈ ફંકશન જેવું થાય તેવું બની શકે છે

હેલ્થ : વિટામિન્સ ની કમી રહે

શુભ રંગ : રેડ

શુભ અંક : 3


કુંભ રાશિ - Aquarius

FIVE OF CUPS

આ કાર્ડ સૂચવી જાય છે કે જૂની વાતોને યાદ કરીને બેસી રહેવું નહીં, જ્યારે અમુક લોકો નુકસાન ને વિચારીને અપસેટ થઈ જતા હશે, પોતાની પાસે જે છે એ વસ્તુ પર ધ્યાન આપવુ, આજનો દિવસ મધ્યમ રહેશે

કરિયર : તમારુસતત કામ પ્રત્યે સમર્પણ અને આ પ્રયત્નને લીધે સારુ ફળ આવતુ જણાય, જ્યારે અમુક લોકો માટે પૈસા ને લગતુ કોઈ નુકસાન થઈ શકે છે અમુક લોકોને વારસામાં મિલકત મળી શકે એમ છે

રિલેશન : જો પાર્ટનરથી કોઈ ભૂલ થયેલ છે તો બીજો ચાન્સ આપવો, અમુક લોકો લોન્લી ફીલ કરી શકે છે

હેલ્થ : લોકો સાથે વાત કરવાથી મન હળવું થશે અને તબિયતમાં સુધારો આવશે

શુભ રંગ : બ્લેક

શુભ અંક‌ : 5


મીન રાશિ - Pisces

SIX OF SWORDS

કોઈ જગ્યા પર ટ્રાવેલિંગ કરશો, ઘર અથવા વર્કપ્લેસ પર સ્થળ બદલી થાય તેવી શક્યતા છે, કોઈ નવું કાર્ય કરશો, ફેમિલીને લઇને બહાર જવાનું થાય તેવું બની શકે છે, કોઈક વસ્તુ કે પરિસ્થિતિ ને ન ઇચ્છવા છતાં છોડવી પડે, હાર્ડ વર્ક પછી સફળતા પ્રાપ્ત થશે,

કરિયર : કોઈ નવી જગ્યા પર તમારું જોબ નું શિફ્ટિંગ થાય,અથવા તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે ચેન્જ કરો તેવું બની શકે છે

રિલેશન : જો તમે રિલેશનમાં છો તો તમારા રિલેશનને રીન્યુ કરવાની જરૂર છે

હેલ્થ : રૂટિનમાં ચેન્જ આવવાથી તમારી તબિયત સુધરતી જણાશે,

શુભ રંગ : પિસ્તા

શુભ અંક : 6


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top