આ રાશિના જાતકોની આર્થિક સ્થિતી બનશે મજબૂત, જાણો કેવું છે આપનું રાશિફળ

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતી બનશે મજબૂત, જાણો કેવું છે આપનું રાશિફળ

09/05/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતી બનશે મજબૂત, જાણો કેવું છે આપનું રાશિફળ

ભાગીદારીમાં વેપાર કરી રહેલા જાતકો માટે આજે દિવસ સારો સાબિત થશે. આજે તેમને તેમાં સારો ફાયદો થઈ શકે છે, જેના કારણે દિવસ આનંદમાં પસાર થશે


મેષ

મેષ

મે આજે પિતાના આશીર્વાદ મેળવી શરૂ કરેલા કર્યોમાં સફળતા મળશે. જોખમી રોકાણમાં ભાગ્ય તમારી સાથે રહેશે અને તમારી આવકમાં વધારો થશે. વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. નવા વેપાર કે વ્યવસાયના વિસ્તરણ માટે રોકાણ કરવું શુભ રહેશે. કાર્યોમાં સફળતા મળશે.

ઉપાય: પોણા કિલો બાફેલા મગમાં ઘી અને ખાંડ મિક્સ કરી ગાયને ખવડાવો


વૃષભ

વૃષભ

ભાગીદારીમાં વેપાર કરી રહેલા જાતકો માટે આજે દિવસ સારો સાબિત થશે. આજે તેમને તેમાં સારો ફાયદો થઈ શકે છે, જેના કારણે દિવસ આનંદમાં પસાર થશે. આજે તમારે વ્યવસાય માટે પિતાની સલાહ લેવાની જરૂર પડી શકે છે. સાંજે તમારા સાહસમાં વધારો થશે.

ઉપાય: ગણેશજીની પૂજા કરો અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો


મિથુન

મિથુન

આજે તમે તમારા પોતાના માટે કેટલીક ખરીદી કરી શકો છો. જેમાં નવો મોબાઈલ, નવા કપડાં વગેરે સામેલ હોઈ શકે છે. વેપારમાં જો કોઈ ડીલ લાંબા સમયથી અટકેલી હોય, તો આજે તે ફાઈનલ થઈ શકે છે.

ઉપાય: વ્યંઢળોને પૈસા આપો અને આશીર્વાદ તરીકે થોડા પૈસા પાછા લો.


કર્ક

કર્ક

આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. જેના કારણે તમારી ભવિષ્યને લઈને તમામ ચિંતાઓમાં ઘટાડો આવશે. આજે યોગ્ય લોકો તરફથી સારી ઓફર આવી શકે છે.

ઉપાય: ભગવાન ગણેશને મોદક અને બેસનના લાડુ અર્પણ કરો


સિંહ

સિંહ

આજે ઓફિસમાં સહકર્મીઓ તમને સહકાર ન આપે તેવું બને. આજે સર્જનાત્મક કાર્યોને પૂરા કરવા માટે નજીકના અને દૂરના પ્રવાસ કરવાનો વારો આવી શકે છે.

ઉપાય: કીડીઓને લોટ ખવડાવોઅને બુધના બીજ મંત્રનો જાપ કરો.


કન્યા

કન્યા

તમારી સંપત્તિમાં આજે વધારો થશે અને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહેશે. જો સાસરી પક્ષમાંથી કોઈએ તમારી પાસેથી ઉછીના પૈસા લીધા હોય, તો તે પણ આજે તમને પરત મળી શકે છે.

ઉપાય: ગણેશ ચાલીસાનો પાઠ કરો અને 21 દુર્વા અર્પણ કરો.


તુલા

તુલા

તમારા તમામ કાર્યો અને ઘરના કામ પણ આજે સરળતાથી પૂર્ણ થશે. ઓફિસમાં અધિકારીઓ તમારી વાતને માન આપશે અને તમારા સૂચનોનો અમલ કરશે. આ કારણે તમને આજે ખુશીની લાગણી અનુભવાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી મંદ ચાલતો ધંધો પણ હવે સારો રહેશે. રોજગારની દિશામાં કામ કરતા જાતકોના પ્રયાસો સફળ થશે.

ઉપાય: ભગવાન ગણેશની પૂજા કરો અને દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો.


વૃશ્ચિક

વૃશ્ચિક

તમારું મન આજે પ્રસન્ન રહેશે. નોકરીયાત જાતકો પર આજે અધિકારીઓનો હાથ રહેશે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ કાનૂની બાબતો હોય તો આજે તેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. સુખ-સુવિધાઓ પર કેટલાક પૈસા ખર્ચ કરી શકો છો. જો કે આવક અને ખર્ચ વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે.

ઉપાય: મા દુર્ગાની પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો


ધન

ધન

આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. તમને અન્ય લોકો માટે ચેરિટી કરવાની તક પણ મળી શકે છે. નજીકના ભવિષ્યમાં તમને તેનો લાભ પણ ચોક્કસ મળશે. વેપારી વર્ગ માટે સાંજનો સમય આનંદદાયક રહેશે. ભવિષ્ય સાથે જોડાયેલા સમાચાર સાંભળવા મળી શકે છે.

ઉપાય: મગનુ સેવન અને દાન કરો.


મકર

મકર

નોકરી પર ગતિવિધિઓ આજે તમારી વિચારસરણીથી અલગ હશે. સહકર્મીઓ અથવા કર્મચારીઓ તમારી અજ્ઞાનતાનો લાભ લેવાનો પ્રયાસ કરશે. જો કે, તમારી સમજણ શક્તિની મદદથી તમે તે પડકારો સરળતાથી પાર કરી શકશો. આજે તમને ઓફિસમાં વધુ કામ આપવામાં આવી શકે છે. ગભરાયા વિના સખત મહેનતથી તમે બધા કામ સમયસર પૂર્ણ કરા શકો છો. તમારા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે.

ઉપાય: ગણપતિને સિંદૂર અને દૂર્વા અર્પણ કરો.


કુંભ

કુંભ

રાજકારણ સાથે જોડાયેલા જાતકોને આજે પ્રગતિની વિશેષ તકો પ્રાપ્ત થશે. રાજ્યની બહાર વેપાર કરતા જાતકોને નાણાકીય લાભની સાથે આવક વધારવાની તકો મળશે. તમારું લાંબા સમયથી અટકેલું કોઈ કામ આજે પૂરું થશે. ઘરના સભ્યો પણ ખુશ દેખાશે. આજે તમે તમારા અટકેલા પૈસા મેળવવા પ્રયાસ કરશો તો તે પરત મળશે.

ઉપાય: ગણેશજીની પૂજા કરો અને ગૌમાતાને લીલો ચારો ખવડાવો.


મીન

મીન

તમારી આવકના સાધનોમાં વધારો થશે. વિદેશથી વેપાર કરી રહેલા જાતકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમારે ધંધામાં કોઈ જોખમ લેવું હોય તો આજે લઈ શકો છો, તેનો લાભ તમને ભવિષ્યમાં પ્રાપ્ત થશે. તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તેમ પણ કરી શકો છો.

ઉપાય: માતા-પિતાના આશીર્વાદ લો અને ગણેશજીની પૂજા કરો

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top