લઘુમતી કોમના યુવાનોનો રાષ્ટ્રગીતના અપમાન

લઘુમતી યુવાનોએ જાણીજોઈને રાષ્ટ્રગીતના અપમાનની કુચેષ્ટા કરી! વિડિયો વાઇરલ થતાં ફરિયાદ દાખલ

02/14/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

લઘુમતી કોમના યુવાનોનો રાષ્ટ્રગીતના અપમાન

ભરૂચના લઘુમતી કોમના યુવાનોનો રાષ્ટ્રગીતના અપમાન કારતોબએક વીડિયો વાયરલ થયો છે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી થતા 11 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


રવિવારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગ હતા જેમાં નિકાહ પત્યા પછી યુવકોએ રાષ્ટ્રગીત ખુરશી પર બેઠા બેઠા ગાયુ હતું. આ વિડીયો વાયરલ થયો હતો. લઘુમતી યુવકોએ રાષ્ટ્રગીતનું અપમાન કરવા સાથે મજાક બનાવી આ વિડીયો અન્ય ગ્રુપમાં શેર પણ કર્યા હતા.


આ વિડીયો સામે આવતા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ રમેશભાઈએ જુબેર ઈસ્માઈલ પટેલ, સલીમ અબ્દુલ ધેરા, ઇરફાન મુબારક પટેલ, નાસીર ઇસ્માઈલ સમજા, વસીમ શબ્બીર નવાબ, ઝુલ્ફીકાર આદમ રોકડિયા, જાવેદ સિદદીક, સહિદ અહમદ રોકડિયા, સરફરાજ અલી પટેલ ઇમરાન પટેલ અને અયુબ ઈબ્રાહીમ સામે રાષ્ટ્રગીતના અપમાનની ફરિયાદ આપી હતી.

ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. યુવકોના મોબાઈલ પણ કબ્જે મેળવી એફએસએલમાં મોકલ્યા હોવાની વિગતો બહાર આવી છે. જો કે આ બાબતે હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top