ICC Cricket World Cup 2023, Ind vs Aus: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ચાર “લોકલ ગેન્ગસ્ટર્સ” ઓસ્ટ્રેલિયાને ભારે પડી જશે!
ICC Cricket World Cup 2023, Ind vs Aus: અન્ડરવર્લ્ડના ગેન્ગસ્ટર્સ માટે કહેવાય છે કે તેમની તાકાત એમના પોતાના એરીયામાં બમણી થઇ જતી હોય છે. આથી ગમે એવા બહાદુરો પણ કોઈ ગેન્ગસ્ટર્સ સાથે એના પોતાના એરીયામાં બાથ ભીડતા ગભરાય છે. ક્રિકેટની રમતને પણ આ વાત લાગુ પડે છે. જ્યારે વિરોધી ટીમ માટે ડેન્જરસ ગણાતા ખેલાડીઓ પોતાની હોમ પીચ પર રમતા હોય, ત્યારે વિરોધી ટીમના છક્કા છોડાવી નાખે છે. ભારત પાસે આજે આવા ચાર “લોકલ ગેન્ગસ્ટર્સ” ગણાય એવા ખેલાડીઓ છે, જેનાથી ઓસ્ટ્રેલિયાને ડર લાગતો હશે!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પહેલા આ ચાર લોકલ બોય પર સૌની નજર છે, કારણ કે આ ચાર લોકલ બોયને અમદાવાદમાં રમવાનો ખુબ અનુભવ છે.
વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો મુકાબલો મોહમ્મદ શમી સાથે થવાનો છે. જો કે શમી બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે, પરંતુ IPLમાં તે ગુજરાત ટાઈટન્સનો સ્ટાર છે. આવી સ્થિતિમાં શમી ફાઇનલમાં લોકલ બોય તરીકે મેદાનમાં ઉતરશે. શમી અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે.
રવીન્દ્ર જાડેજા ગુજરાતનો રહેવાસી છે. જાડેજાને પણ અમદાવાદમાં રમવાનો ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં તે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવા મદદ કરશે.
યોર્કર્સના કિંગ તરીકે પ્રખ્યાત જસપ્રીત બુમરાહ પણ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ધમાલ મચાવવા જઈ રહ્યો છે. બુમરાહ પણ લોકલ બોય છે. તે ગુજરાતનો રહેવાસી છે અને તેને અમદાવાદની પીચ રમવાનો ઘણો અનુભવ પણ છે.
શુભમન ગિલ પણ અમદાવાદનો લોકલ બોય છે. પંજાબનો આ ખેલાડી IPLમાં ગુજરાત ટાઇટન્સનો જીવ છે અને તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાનો પણ સારો અનુભવ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp