SBIના કરોડો ગ્રાહકોને ઝાટકો; બેંકે કર્યો આ મોટો ફેરફાર, આજથી ખર્ચવા પડશે વધુ પૈસા

SBIના કરોડો ગ્રાહકોને ઝાટકો; બેંકે કર્યો આ મોટો ફેરફાર, આજથી ખર્ચવા પડશે વધુ પૈસા

09/15/2022 Business

SidhiKhabar

SidhiKhabar

SBIના કરોડો ગ્રાહકોને ઝાટકો;  બેંકે કર્યો આ મોટો ફેરફાર, આજથી ખર્ચવા પડશે વધુ પૈસા

નેશનલ ડેસ્ક : જો તમે પણ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી લોન લીધી છે, તો આ સમાચાર તમારા માટે છે. બેંક તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. SBI દ્વારા બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં 70 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ SBI પાસેથી લોન લેનારાઓની EME વધશે. અગાઉ RBIએ રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફાર ત્રણ અલગ-અલગ સમયમાં લાગુ કરવામાં આવ્યો છે.


BPLRમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે

BPLRમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ સરકારી અને ખાનગી બેંકો ધિરાણ દરોમાં ફેરફાર કરી રહી છે. જેના કારણે બેંક લોનની ચુકવણી મોંઘી બની રહી છે. જોકે, બેન્કો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. 70 બેસિસ પોઈન્ટના વધારા બાદ SBIની BPLR આધારિત લોનનો વ્યાજ દર વધીને 13.45 ટકા થઈ ગયો છે.


નવા દરો 15મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે

નવા દરો 15મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે

BPLR સાથે જોડાયેલી લોનની ચુકવણી હવે પહેલા કરતા મોંઘી બનશે, કારણ કે BPLRનો દર વધારો પહેલા 12.75 ટકા હતો. અગાઉ આ દર જૂન મહિનામાં બદલવામાં આવ્યો હતો. બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટના વ્યાજ દરોમાં ફેરફાર કરીને નવા દરો આજથી લાગુ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી SBIની વેબસાઈટ પર આપવામાં આવી છે.


બેઝ રેટ વધીને 8.7 ટકા થઈ ગયો

બેઝ રેટ વધીને 8.7 ટકા થઈ ગયો

બેંકે બેઝ રેટમાં પણ 70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ પછી, બેઝ રેટ વધીને 8.7 ટકા થઈ ગયો છે. બેઝ રેટ પર લાગુ નવા દરો 15 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. બેઝ રેટને આધાર તરીકે લેવાથી લોન લેનારાઓની EMI પણ મોંઘી થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top