રોહિત શર્માની ઝંડો ગાડતી તસવીરમાં શું ખોટું છે? જેના પર મચ્યો હોબાળો, શું કહે છે નિયમ

રોહિત શર્માની ઝંડો ગાડતી તસવીરમાં શું ખોટું છે? જેના પર મચ્યો હોબાળો, શું કહે છે નિયમ

07/10/2024 National

SidhiKhabar

SidhiKhabar

રોહિત શર્માની ઝંડો ગાડતી તસવીરમાં શું ખોટું છે? જેના પર મચ્યો હોબાળો, શું કહે છે નિયમ

થોડા દિવસ અગાઉ જ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને એ સમયે દરેક સેલિબ્રેશનમાં ડૂબ્યું હતું. ભારતીય ક્રિકેટર પણ ફાઇનલ જીત્યા બાદ જીતનું સેલિબ્રેશન મનાવી રહ્યા હતા. એ સમયે કેપ્ટન રોહિત શર્માએ પણ સેલિબ્રેશન દરમિયાન ઝંડાને મેદાનમાં ગાડી દીધો. રોહિતની આ તસવીર ખૂબ વાયરલ થઈ અને તેનાથી રોહિત શર્માના ઇમોશન પર વાત થઈ. હવે રોહિત શર્માએ આ તસવીર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની પ્રોફાઇલ ફોટો બનાવી દીધી છે, ત્યારબાદ આ તસવીર ફરી ચર્ચામાં આવી ગઈ છે. આ વખત તસવીર ચર્ચામાં આવવાનું કારણ કંઈક અલગ છે અને આ તસવીરને લઈને હોબાળો થઈ ગયો છે. ઘણા લોકોનું કહેવું છે કે આ તસવીરમાં ભારતીય ઝંડાનું અપમાન થઈ રહ્યું છે અને ઘણા નિયમ હેઠળ તેને ખોટી (તસવીર) બતાવવામાં આવી રહી છે. એવામાં જાણીએ કે આખરે હોબાળો કેમ થઈ રહ્યો છે અને કયા આધાર પર ઝંડાના અપમાનની વાત કહેવામાં આવી રહી છે. ચાલો જાણીએ શું છે આખો વિવાદ.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

જે તસવીર ઉપર વાત કરવામાં આવી રહી છે, એ તસવીરને રોહિત શર્માએ 8 જુલાઈએ પોતાના X (ટ્વીટર) અકાઉન્ટને પ્રોફાઇલ ફોટો બનાવી દીધી હતી. આ તસવીરમાં તે બાર્બાડોસના મેદાનમાં ઇન્ડિયન જર્સીમાં ભારતીય ઝંડાને મેદાનમાં ગાડી રહ્યો છે. આ તસવીર 29 જૂન 2024ની છે, જે દિવસે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાઈ હતી. હવે આ તસવીર પર હોબાળો થઈ ગયો છે.


કેમ થઈ રહ્યો છે હોબાળો?

કેમ થઈ રહ્યો છે હોબાળો?

સોશિયલ મીડિયા પર હવે કેટલાક લોકો આ તસવીરને લઈને કહી રહ્યા છે કે તેમાં ભારતીય ઝંડાનું અપમાન છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રોહિત શર્મા આ ઝંડો જમીનમાં ગાડી રહ્યો હતો તો એ ઝંડો જમીન પર ટચ થઈ રહ્યો હતો અને ઝંડાનો કેટલોક હિસ્સો જમીન પર છે. એવામાં સોશિયલ મીડિયા પર ભારતીય ઝંડા સંહિતાના એક નિયમનો સંદર્ભ આપતા કહેવામાં આવી રહ્યું છે કે જમીન પર પડવો અને તેને જમીન પર ટચ થવી ખોટું છે. આ કારણે આ તસવીરમાં ઝંડાના અપમાનની વાત કહેવામાં આવી રહી છે.


શું છે એ નિયમ?

શું છે એ નિયમ?

જો નિયમની વાત કરીએ તો ભારતમાં ઝંડાના ઉપયોગને લઈને કેટલાક નિયમ નક્કી થયા છે, જેને ભારતીય ઝંડા સંહિતા કહેવામાં આવે છે. ભારતીય ઝંડા સંહિતમાં ઝંડો ફરકાવવાની ખોટી રીતમાં નિયમ 3.20માં લખવામાં આવ્યું છે કે, ઝંડાને જમીન કે ફર્શ સ્પર્શવા કે પાણીમાં ધસેડવો ન જોઈએ. એવામાં કોઈ પણ ઝંડાને જમીન પર ટચ નહીં કરી શકે અને કેટલીક પરિસ્થિતિઓને છોડીને ઝંડાને હંમેશાં લહેરાવતો રાખવો જોઈએ/રહેવો જોઈએ. તેના આગામી પોઈન્ટમાં એમ પણ લખ્યું છે કે ભારતીય ઝંડાનું પ્રદર્શન એ પ્રકારે બાંધીને ન કરવો જોઈએ, જેમાં ઝંડો ફાટી જાય. તેમાં ઝંડાને ગાડી પર લગાવવા, સ્કૂલમાં ફરકાવવાને લઈને ઘણા નિયમ છે. હવે લોકો આ નિયમનો સંદર્ભ આપીને ઝંડાના અપમાનની વાત કહી રહ્યા છે.


રોહિત શર્મા તરફથી નથી આવી પ્રતિક્રિયા:

રોહિત શર્મા તરફથી નથી આવી પ્રતિક્રિયા:

અત્યાર સુધી રોહિત શર્મા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જ્યારે રોહિત શર્માએ આ પ્રોફાઇલ ફોટો લગાવ્યો હતો, એ સમયે ઘણા લોકોએ વખાણ કર્યા હતા. સાથે જ ઘણા લોકોએ કમેન્ટમાં જણાવ્યું હતું કે આ ક્રિકેટની સૌથી ખાસ પળોમાંથી એક હતી. સાથે જ હવે ઘણા લોકો રોહિત શર્માના પક્ષમાં ટ્વીટ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે સમય અલગ હતો અને તેને અપમાન કહેવું ખોટું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top