ટાટા ગ્રુપના આ શેરે 1 લાખના 2 કરોડ બનાવ્યા; રોકાણકારોને આપ્યું 20000%થી વધુ વળતર

ટાટા ગ્રુપના આ શેરે 1 લાખના 2 કરોડ બનાવ્યા; રોકાણકારોને આપ્યું 20000%થી વધુ વળતર

07/14/2022 Business

SidhiKhabar

SidhiKhabar

ટાટા ગ્રુપના આ શેરે 1 લાખના 2 કરોડ બનાવ્યા; રોકાણકારોને આપ્યું  20000%થી વધુ વળતર

બિઝનેસ ડેસ્ક : ટાટા ગ્રુપના એક શેરે લોકોને અમીર બનાવ્યા છે. આ શેર Tata Elxsi નો છે. ટાટા એલેક્સીના શેરોએ રોકાણકારોને 20000 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના શેર 40 રૂપિયાથી વધીને 7500 રૂપિયા થઈ ગયા છે. ટાટા એલેક્સીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 9420 રૂપિયા છે. કંપનીના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોને લગભગ 33% વળતર આપ્યું છે. ટાટા એલેક્સીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ 4107.05 રહ્યું છે.


1 લાખ રૂપિયા 2 કરોડથી વધુ થઈ ગયા

1 લાખ રૂપિયા 2 કરોડથી વધુ થઈ ગયા

20 માર્ચ 2009ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ટાટા એલેક્સીનો શેર રૂ. 38.88 હતો. કંપનીના શેર 14 જુલાઈ 2022 ના રોજ NSE પર રૂ. 7819.05 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા એલેક્સીના શેરોએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 20,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 20 માર્ચ, 2009ના રોજ કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો અત્યારે આ નાણા રૂ. 2 કરોડ કરતાં પણ વધુ હોત.


શેર બે વર્ષમાં રૂ.770 થી રૂ.7700ને પાર કરી ગયો

શેર બે વર્ષમાં રૂ.770 થી રૂ.7700ને પાર કરી ગયો

ટાટા એલેક્સીના શેરમાં છેલ્લા બે વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. 8 મે 2020ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કંપનીના શેર રૂ. 771.50ના સ્તરે હતા. કંપનીના શેર 14 જુલાઈ 2022 ના રોજ NSE પર રૂ. 7819.05 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. જો કોઈ વ્યક્તિએ 26 મહિના પહેલા ટાટા એલેક્સીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત તો હાલમાં આ રૂપિયા 10.13 લાખ રૂપિયા હોત. Tata Alexiનું માર્કેટ કેપ 48,300 કરોડ રૂપિયાની નજીક છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top