ભારતના વિવિધ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના કેસિસના આંકડા! ગઈકાલે કુલ કેસિસ પૈકીના 40 ટકા કેસિસ

ભારતના વિવિધ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના કેસિસના આંકડા! ગઈકાલે કુલ કેસિસ પૈકીના 40 ટકા કેસિસ તો એકલા દિલ્હીમાં જ નોંધાયા!

04/28/2022 National

SidhiKhabar

SidhiKhabar

ભારતના વિવિધ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના કેસિસના આંકડા! ગઈકાલે કુલ કેસિસ પૈકીના 40 ટકા કેસિસ

Corona Updates : એક તરફ ગુજરાતમાં કોરોના (Corona) શમી ગયો હોય એમ લાગે છે, પણ બીજી તરફ માત્ર દેશ જ નહિ, પણ આખી દુનિયામાંથી કોરોના કેસિસના (corona cases) વધતા આંકડાઓ સામે આવી રહ્યા છે. એમાં સૌથી ખરાબ હાલત કોરોનાના ‘જન્મસ્થળ’ તરીકે કુખ્યાત થઇ ગયેલા ચીનની છે. અહીં શાંઘાઈ જેવા શહેરોમાં કડક લોકડાઉન સહિતના નિયંત્રણો નાખવા પડ્યા છે, જેની સામે પ્રજા આક્રોશ ચરમસીમાએ છે. યુરોપની પણ 80 ટકા જેટલી વસ્તી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનો ભોગ બની ચૂકી હોવાનું કહેવાય છે. એ રીતે જોતા ભારતની પરિસ્થિતિ સારી જણાય છે, તેમ છતાં સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ દેશના છ રાજ્યોમાં કોરોના કેસિસ વધી રહ્યા છે.


રોજ કેટલા કેસિસ નોંધાઈ રહ્યા છે?

રોજ કેટલા કેસિસ નોંધાઈ રહ્યા છે?

આંકડાઓ ઉપરથી કોરોનાનો ખતરો ફરી વધી રહ્યો હોવાનું જણાઈ આવે છે. છેલ્લા બે અઠવાડિયા દરમિયાન દેશમાં રોજના સરેરાશ બે હજાર કેસિસ નોંધાઈ રહ્યા છે. સોમવાર, મંગળવાર અને ગઈકાલે – એટલે કે બુધવારે આ આંકડાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. બુધવારે કોરોનાના નવા કેસિસની સંખ્યા 3,000 ને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ દેશના છ મહત્વના રાજ્યોમાં કોરોના કેસિસ નિયમિત ધોરણે વધી રહ્યા છે. નિષ્ણાંતો કોરોનાની વધુ એક લહેર આવશે કે કેમ, એ વિષે ચિંતિત છે.


કયા રાજ્યો પર છે કોરોનાનું મહત્તમ જોખમ?

કયા રાજ્યો પર છે કોરોનાનું મહત્તમ જોખમ?

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિતના છ રાજ્યોમાં કોરોના કેસિસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બુધવારે નોંધાયેલા કુલ કેસિસન 40 ટકા તો એકલા દિલ્હીમાં જ નોંધાયા છે! બુધવારે અહીં 1,367 જેટલા કેસિસ નોંધાયા છે. છેલ્લા પાંચ દિવસો દરમિયાન અહીં રોજિંદા 1,000 ઉપરાંત કેસિસ નોંધાઈ રહ્યા છે!

બીજો નંબર હરિયાણાનો છે. બુધવારે અહીં 5,00 કેસિસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે, પરંતુ અહીંયા દિલ્હીની સરખામણીએ પ્રમાણમાં ઓછા કેસિસ છે. તેમ છતાં અહીં બુધવારે 200 ઉપર કેસિસ નોંધાયા હતા.

ઉત્તરાખંડમાં સંક્રમિત લોકોની સંખ્યા વીતેલા એક સપ્તાહ દરમિયાન બમણી થઇ ગઈ છે. મુંબઈમાં પણ 100 કેસિસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ફરીથી માસ્ક ફરજીયાત કરવા અંગેની વિચારણા શરુ થઇ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top