Jammu and Kashmir Assembly Election Results 2024: જમ્મુ અને કાશ્મીરની એ બેઠકો જ્યાં 1000 વોટથી

Jammu and Kashmir Assembly Election Results 2024: જમ્મુ અને કાશ્મીરની એ બેઠકો જ્યાં 1000 વોટથી જીત અને હાર થઇ

10/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Jammu and Kashmir Assembly Election Results 2024: જમ્મુ અને કાશ્મીરની એ બેઠકો જ્યાં 1000 વોટથી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC) ગઠબંધનને પૂર્ણ બહુમતી આપી છે. NCએ અહીં 42 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસે 6 બેઠકો જીતી હતી. બંને પક્ષોની બેઠકો મળીને 48 થઇ જાય છે, જે સરકાર બનાવવા માટેના આંકડા કરતા બે બેઠકો વધુ છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 29 બેઠકો જીતી છે. જ્યારે મહેબૂબા મુફ્તીની PDPને 3, પીપલ્સ કોન્ફરન્સ, AAP, CPI(M)ને 1-1 બેઠક મળી હતી. 7 અપક્ષ ઉમેદવારોએ પણ અહીં ઝંડો ફરકાવ્યો છે. ભાજપે જમ્મુ ક્ષેત્રમાં તમામ 29 બેઠકો જીતી છે. જ્યારે કાશ્મીર ક્ષેત્રમાં NCએ મોટાભાગની બેઠકો જીતી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જીત બાદ કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે.


એ બેઠકો જ્યાં 1000થી ઓછા મતથી જીત કે હાર થઇ

એ બેઠકો જ્યાં 1000થી ઓછા મતથી જીત કે હાર થઇ

નેશનલ કોન્ફરન્સના જાવેદ રિયાઝ પટ્ટનથી 603 વોટથી જીત્યા. પીપલ્સ કોન્ફરન્સના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા.

જ્યારે દેવસરમાં નેશનલ કોન્ફરન્સના પીરઝાદા ફિરોઝ અહમદનો 840 મતોથી વિજય થયો હતો. તેમણે PDPના મોહમ્મદ સરતાજને હરાવ્યા હતા.

શગુન પરિહાર કિશ્તવાડથી 521 મતોથી જીત્યા. તેમણે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહમદ કિચલૂને હરાવ્યા હતા.

બાંદીપોરાથી કોંગ્રેસના ઉમેદવાર નિઝામ ભટ્ટ 811 મતોથી જીત્યા. તેમણે અપક્ષ ઉમેદવાર ઉસ્માન અબ્દુલને હરાવ્યા.

PDPના રફીક અહમ નાઇકે ત્રાલ સીટ પર 460 વોટથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના સુરેન્દ્ર સિંહને હરાવ્યા હતા.

પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન હંદવાડાથી 662 મતોથી જીત્યા.

ઇન્દરવાલ સીટ પરથી પ્લેરે લાલ શર્મા 643 વોટથી જીત્યા. તેમણે અપક્ષ ઉમેદવાર ગુલામ મોહમ્મદ સરોરીને હરાવ્યા હતા. અહીં કોંગ્રેસ ત્રીજા સ્થાને, ભાજપ ચોથા સ્થાને અને PDP પાંચમા સ્થાને રહી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top