UNICEFના મતે વરસાદના કારણે ભારત સહિત આ દેશોના 60 લાખ બાળકો પર સંકટ

UNICEFના મતે વરસાદના કારણે ભારત સહિત આ દેશોના 60 લાખ બાળકો પર સંકટ

07/31/2024 National

SidhiKhabar

SidhiKhabar

UNICEFના મતે વરસાદના કારણે ભારત સહિત આ દેશોના 60 લાખ બાળકો પર સંકટ

કેરળના વાયનાડમાં સતત વરસાદના કારણે થયેલા ભૂસ્ખલને ભારે તબાહી મચાવી દીધી છે, અત્યાર સુધી ભૂસ્ખલનના કારણે 156 લોકોના મોત થયા છે અને સેકડો લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના વચ્ચે UNICEFનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ભારે વરસાદ અને પૂરને લઇને ભયાનક દાવા કર્યા છે. UNICEFનો દાવો છે કે માત્ર દક્ષિણ એશિયામાં જ લગભગ 60 લાખ બાળકો પૂર અને ભારે વરસાદના કારણે જોખમમાં છે.


બાળકો આ 4 દેશોમાં રહે છે

બાળકો આ 4 દેશોમાં રહે છે

UNICEF મુજબ, આ બાળકો અને તેમના પરિવારોએ અથવા તો આ ભીષણ પ્રાકૃતિક સંકટના કારણે પોતાનું આશ્રય ગુમાવી દીધું છે કે તેઓ પોતાના વિસ્તારોમાં જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. UNICEF મુજબ આ લોકો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં રહે છે. UNICEF મુજબ અત્યાર સુધી નેપાળમાં પૂરના કારણે 109 લોકોના મોત થઇ ચૂક્યા છે, જેમાં 35 બાળકો છે. તો નેપાળના 1580 પરિવારો પર ભારે વરસાદ અને પૂરની અસર પડી છે.


મોનસૂનના કારણે અત્યારે પણ જોખમમાં લાખો બાળકો

મોનસૂનના કારણે અત્યારે પણ જોખમમાં લાખો બાળકો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં મુશળધાર વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરથી દેશના ઉત્તરી અને ઉત્તર પૂર્વી ક્ષેત્રોમાં લાખો બાળકો પર સંકટ મંડરાઇ રહ્યું છે. UNICEFના રિપોર્ટમાં ભારતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યુ છે કે આસામમાં હાલમાં જ આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. તેના કારણે 50,000 કરતા વધુ બાળકો અને તેમના પરિવારો પર અસર પડી હતી. આ દરમિયાન 8000 બાળકોને રીલિફ કેમ્પમાં રહેવા મજબૂર થવું પડ્યું. ભારતમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે એવામાં ઘણા અન્ય વિસ્તારોમાં પૂર કે ભારે વરસાદના કારણે અન્ય પ્રાકૃતિક આપત્તિઓનું જોખમ છે. પૂર્વોત્તર બાદ હવે દક્ષિણ ભારતથી પણ ભયાનક તસવીર સામે આવી રહી છે. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલનના કારણે 156 લોકોના મોત થઇ ચૂક્યા છે.


અફઘાનિસ્તાન-પાકિસ્તાન પર પણ મંડરાઇ રહ્યું છે જોખમ:

અફઘાનિસ્તાન-પાકિસ્તાન પર પણ મંડરાઇ રહ્યું છે જોખમ:

UNICEFના રિપોર્ટમાં અફઘાનિસ્તાનના પૂર્વી વિસ્તારોમાં પૂરના કારણે થયેલા 58 લોકોના મોતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. સાથે જ કહેવામાં આવ્યું કે દેશના પૂર્વી રાજ્યોમાં હજારો બાળકો પર પૂરનું જોખમ મંડરાઇ રહ્યું છે. રિપોર્ટમાં પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં 74 બાળકો સહિત 124 લોકોનું મોત એપ્રિલ બાદ ભારે વરસાદ અને પૂરના કારણે થઇ ગયા છે. UNICEFનું કહેવું છે કે અહી અત્યારે પણ મોનસૂનના કારણે પૂરનું પણ જોખમ મંડરાઇ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top