IPL 2025: ગત સીઝનમાં આ ખેલાડી બન્યો કરોડપતિ, આ વખતે કદાચ આ ખેલાડી વેચાય પણ નહીં!
IPL Mega Auction 2025: IPL 2025 મેગા ઓક્શન આ વર્ષના અંતમાં જોવા મળશે. ક્રિકેટ ચાહકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ અંગે તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 31 નવેમ્બરે તમામ ટીમો તેમની રીટેન્શન લિસ્ટ BCCIને આપશે. ગયા વર્ષે ઘણા ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ વખતે હરાજીમાં એવા ઘણા ખેલાડીઓ હશે જે ગત સીઝનમાં કરોડપતિ બની ગયા હતા પરંતુ આ સીઝનમાં તેમને વેચવા થોડા મુશ્કેલ હશે. આજે અમે એવા જ એક ખેલાડી વિશે વાત કરવાના છીએ.
મેરઠનો રહેવાસી સમીર રિઝવી માટે ગત IPL હરાજી ખૂબ જ યાદગાર રહી હતી. IPLની સૌથી મોટી ટીમે કરોડો રૂપિયાની બોલી લગાવીને સમીર રિઝવીને ચોંકાવી દીધો હતો. વાસ્તવમાં, IPL 2024ની હરાજીમાં ચેન્નાઇ સુપર કિંગ્સે અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવીને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. CSKએ અનકેપ્ડ પ્લેયર પર આટલી મોટી બોલી લગાવીને બધાને ચોંકાવી દીધા. જોકે, સમીરને ગત સીઝનમાં તે ખાસ તક મળી નહોતી. પરંતુ સમીરે વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલર રાશિદ ખાનની બોલિંગ પર સતત 2 છગ્ગા ફટકારીને CSKએ આ ખેલાડી પર આટલો મોટો દાવ કેમ લીધો તે સાબિત કરી દીધું હતું.
જોકે, IPL 2024 સમીર માટે ખાસ નહોતી. આ ખેલાડીએ 8 મેચમાં માત્ર 51 રન બનાવ્યા હતા. સમીરને કેટલીક મેચમાં રમવાની તક પણ મળી નહોતી. આ વખતે મેગા ઓક્શન અગાઉ સમીર રિઝવીને રીલિઝ કરી દેવાશે એ નિશ્ચિત છે. વાસ્તવમાં યુપી પ્રીમિયર લીગમાં સમીરનું પ્રદર્શન પણ અપેક્ષા મુજબનું નહોતું. એવામાં, જો CSK આ વખતે સમીરને રીલિઝ કરે છે, તો તેના માટે ગયા વર્ષ જેટલી બોલી લગાવવી ખૂબ મુશ્કેલ હશે. જો CSK પણ સમીરને રીલિઝ કર્યા બાદ ખરીદવા માગે છે, તો આ ફ્રેન્ચાઇઝી પણ આ ખેલાડી માટે એટલી કિંમત ચૂકવી શકશે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp