કોણ છે શિવશ્રી સ્કંદપ્રસાદ, જેની સાથે ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યા સાથે લગ્નની ચાલી રહી છે ચર્ચા? ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે કનેક્શન
Who is Sivasri Skandaprasad: ભાજપના યુવા અને લોકપ્રિય સાંસદ તેજસ્વી સૂર્યા ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં તેજસ્વીના લગ્ન થવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓ વચ્ચે એક નામ ચર્ચામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બેંગ્લોર દક્ષિણ લોકસભા સાંસદ ચેન્નાઇના પ્રખ્યાત ગાયક અને ભરતનાટ્યમ કલાકાર શિવશ્રી સ્કંદપ્રસાદ સાથે લગ્ન કરશે.
જો કે, આ સમાચાર પર તેજસ્વી સૂર્યા દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ હવે ઇન્ટરનેટ પર તેની ભાવિ પત્ની વિશે ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. હવે અમે તમને જણાવીએ કે શિવશ્રી કોણ છે અને તેનું નામ કેવી રીતે ચર્ચામાં આવ્યું.
અહેવાલો અનુસાર, આ લગ્ન 4 માર્ચ, 2025ના રોજ બેંગ્લોરમાં થશે. તેજસ્વી સૂર્યાની ભાવિ પત્ની વિશે વાત કરીએ તો, શિવશ્રી દક્ષિણ ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક હસ્તિ છે. તે ન માત્ર કર્ણાટક સંગીતના ગાયિકા છે, પરંતુ એક કુશળ ભરતનાટ્યમ કલાકાર પણ છે. પોતાની કલા સાથે શિવશ્રી ઉચ્ચ શિક્ષિત પણ છે. તેમણે શાસ્ત્ર યુનિવર્સિટીમાંથી બાયોએન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેણે ચેન્નાઇ યુનિવર્સિટીમાંથી ભરતનાટ્યમમાં MA અને ચેન્નાઇ સંસ્કૃત કૉલેજમાંથી સંસ્કૃતમાં MAની ડિગ્રી મેળવી છે.
View this post on Instagram A post shared by Sivasri Skandaprasad (@sivasri.skanda)
A post shared by Sivasri Skandaprasad (@sivasri.skanda)
શિવશ્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. તેની એક યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે લોકપ્રિય ફિલ્મ 'પોન્નિયિન સેલવાન- ભાગ 2'ના કન્નડ વર્ઝનમાં પોતાનો અવાજ આપીને વધુ લોકપ્રિયતા મેળવી. કળા અને શિક્ષણ ઉપરાંત, ભાજપ સાંસદની ભાવિ પત્નીને સાયકલિંગ, ટ્રેકિંગ અને વૉકિંગ જેવા આઉટડોર શોખનો પણ આનંદ લે છે. અહેવાલો અનુસાર, તેજસ્વી અને શિવશ્રીના પરિવારજનોએ મુલાકાત કરીને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ લગ્નમાં રાજનીતિ અને કલા સાથે જોડાયેલા લોકો આવવાની આશા છે. તેજસ્વી સૂર્યા તેમની રાજકીય સક્રિયતા અને આકર્ષક વ્યક્તિત્વ માટે જાણીતા છે, જ્યારે તેઓ કલા ક્ષેત્રમાં પણ પ્રખ્યાત છે. તેમના લગ્નને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે, પરંતુ હવે તેજસ્વી સૂર્યા આ સમાચારની ઔપચારિક પુષ્ટિ ક્યારે કરશે તેના પર સૌની નજર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp