Bangladesh: 11 વકીલોએ દલીલો કરી હતી, છતા ચિન્મય દાસને બાંગ્લાદેશની કોર્ટમાંથી રાહત ન મળી

Bangladesh: 11 વકીલોએ દલીલો કરી હતી, છતા ચિન્મય દાસને બાંગ્લાદેશની કોર્ટમાંથી રાહત ન મળી

01/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

Bangladesh: 11 વકીલોએ દલીલો કરી હતી, છતા ચિન્મય દાસને બાંગ્લાદેશની કોર્ટમાંથી રાહત ન મળી

Chinmay Das News: બાંગ્લાદેશની ચિટગાંવની કોર્ટે ચિન્મય દાસની જામીન અરજી ફગાવી દીધી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જોકે, બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના 11 વકીલો ચિન્મય દાસ વતી હાજર થયા હતા. એ છતા સંત ચિન્મય દાસને રાહત મળી નથી.

ચિન્મય દાસના કેસમાં આજે એક સકારાત્મક ઘટનાક્રમ એ રહ્યો કે ચિન્મય દાસના વકીલોને તેમનો પક્ષ રજૂ કરવાની તક મળી. છેલ્લી 2 સુનાવણીમાં ચિન્મય દાસના વકીલોને કોર્ટમાં હાજર રહેવા દેવામાં આવ્યા નહોતા. ISKCONએ આશા વ્યક્ત કરી હતી કે આજની સુનાવણીમાં ચિન્મય કૃષ્ણદાસને ન્યાય મળશે. પણ અત્યારે એવું થતું હોય એમ લાગતું નથી.


બાંગ્લાદેશમાં ચિન્મય માટે ન્યાયની માગ વધી રહી છે

બાંગ્લાદેશમાં ચિન્મય માટે ન્યાયની માગ વધી રહી છે

ચિન્મયના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ મીડિયાને જણાવ્યું કે તે જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરવાનું વિચારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની 25 નવેમ્બરે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તેઓ જેલમાં છે. તેમના માટે ન્યાયની માગ વધી રહી છે.

છેલ્લી 2 સુનાવણીમાં ચિન્મય દાસના સમર્થિત વકીલોને કોર્ટમાં હાજર થવા દેવામાં આવ્યા નહોતા અને આજની સુનાવણીમાં ISKCONએ આશા વ્યક્ત કરી હતી કે ચિન્મય દાસના વકીલોને હાજર થવા દેવામાં આવશે. વાસ્તવમાં, કેટલાક વકીલોની ધમકીઓના કારણે, છેલ્લી 2 સુનાવણી દરમિયાન ચિન્મય દાસની તરફેણમાં કોઈ વકીલ હાજર થઇ શક્યો નહોતો. અગાઉ 11 ડિસેમ્બરે બાંગ્લાદેશની એક અદાલતે પ્રક્રિયાગત ખામીઓને કારણે દાસની પ્રાથમિક જામીન અરજી ફગાવી દીધી હતી. અહેવાલો અનુસાર, માન્ય પાવર ઓફ એટર્ની અને વકીલની ગેરહાજરીના કારણે અરજી નકારી કાઢવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top