Bihar Politics: જો નીતિશ તેજસ્વી સાથે આવશે તો કોણ બનશે CM? લાલુ યાદવે આપ્યો જવાબ
Lalu Prasad Yadav on CM Nitish Kumar: બિહારના રાજકારણમાં અટકળોનો યુગ ક્યારેય સમાપ્ત થતો નથી. નીતિશ કુમારની કોઈપણ પાર્ટીમાં જવાની વાત હોય કે બિહારમાં સરકાર બદલવાની. આ સંદર્ભમાં, એક તરફ તેજસ્વી યાદવે નીતિશ કુમાર માટે RJDમાં પ્રવેશના દરવાજા બંધ કરી દીધા છે, તો બીજી તરફ તેમના પિતા અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે દરવાજા ખોલી દીધા છે.
વાસ્તવમાં, એક ઈન્ટરવ્યૂમાં જ્યારે લાલુ યાદવને નીતિશ કુમારના RJD સાથે આવવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બિલકુલ તેમના માટે દરવાજા ખુલ્લા છે, તેમણે પણ દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. જોકે, જ્યારે તેમને મુખ્યમંત્રી વિશે પૂછવામાં આવ્યું તો લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે માત્ર તેજસ્વી યાદવ જ મુખ્યમંત્રી બનશે, તેમને મારા આશીર્વાદ છે.
નીતિશ કુમારની સાથે આવવા અંગેના સવાલ પર લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, 'જો તેઓ આવશે તો કેમ નહીં લઇએ, રહે સાથે મળીને કામ કરે, હા રાખી લઇશું, અમે બધી ભૂલો માફ કરી દઇશું. માફ કરવા એ અમારી ફરજ છે. અમારા દરવાજા ખુલ્લા છે. નીતિશ કુમારના પણ ખુલ્લા રહેવા જોઈએ. તેઓ મુખ્યમંત્રી છે, તેમણે ખુલ્લા રાખવા જોઈએ.
જો કે, આ દરમિયાન મોટી વાત એ છે કે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે તાજેતરના દિવસોમાં તેમની મુલાકાતો દરમિયાન વારંવાર કહ્યું છે કે કાકા નીતિશ કુમાર માટે તેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હવે જો નીતિશ કુમાર સાથે આવવા માગે તો પણ તેઓ તેમને નહીં લે. તેજસ્વી યાદવે તો ત્યાં સુધી કહી દીધુ હતું કે નીતિશ કુમારને પોતાની સાથે લઈ જઈને તેઓ પોતાની જાત પર કુહાડી નહીં મારે. જો કે લાલુ યાદવના આ તાજેતરના નિવેદન બાદ બિહારમાં રાજકીય અટકળોનું બજાર ફરી એકવાર તેજ થઈ ગયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp