અશ્વિને નાખુશ થઇને નિવૃત્તિ લીધી? ચોંકાવનારું કારણ આવ્યું સામે

અશ્વિને નાખુશ થઇને નિવૃત્તિ લીધી? ચોંકાવનારું કારણ આવ્યું સામે

12/18/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

અશ્વિને નાખુશ થઇને નિવૃત્તિ લીધી? ચોંકાવનારું કારણ આવ્યું સામે

Ravichandran Ashwin announces retirement from international cricket:  ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ સમાપ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેના આ નિર્ણયથી માત્ર ચાહકોમાં જ નહીં, પરંતુ ક્રિકેટ એક્સપર્ટ્સમાં પણ ભારે ઉત્સુકતા ઉતપન્ન કરી દીધી છે કે તેણે અચાનક આવો નિર્ણય કેમ લીધો.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટમાં રમવા માગતો હતો, પરંતુ ટીમે તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક આપી. આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું કે, તેણે પોતાના નિર્ણય વિશે તેની સાથે વાત કરી, જ્યાં અશ્વિને સ્પષ્ટ કહ્યું કે જો શ્રેણીમાં તેની જરૂર ન હોય તો તે રમતને અલવિદા કહી દે એજ તો સારું રહેશે.


અશ્વિને નિવૃત્તિ વિશે શું કહ્યું?

અશ્વિને નિવૃત્તિ વિશે શું કહ્યું?

અશ્વિન પહેલેથી જ 38 વર્ષનો થઇ ચૂક્યો છે અને લાગે છે કે તેણે આ નિર્ણય ઉંમરના કારણે લીધો છે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'ક્રિકેટર તરીકે મારામાં હજુ ઘણું બાકી છે. હું ડૉમેસ્ટિક અને ક્લબ લેવલની ક્રિકેટમાં તેનો ફાયદો ઉઠાવવા માંગુ છું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મારો અંતિમ દિવસ હશે.' પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશ્વિન ભાવુક જોવા મળ્યો હતો. તેની સાથે કેપ્ટન રોહિત પણ બેઠો હતો.


અશ્વિનનું સ્થાન કોણ લઈ શકે?

અશ્વિનનું સ્થાન કોણ લઈ શકે?

અશ્વિનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મુશ્કેલ સવાલ એ છે કે તેનું સ્થાન કોણ લેશે. ચેન્નાઈના આ બોલિંગ ઓલરાઉન્ડરે 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટ લીધી હતી. ખૂબ ઓછા સ્પિન વિકલ્પો ઉપલબ્ધ હોવાના કારણે હવે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પર વધુ દબાણ રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top