પ્રખ્યાત ચંદન ગુપ્તા હત્યા કેસમાં કોર્ટે સંભળાવ્યો ચૂકાદો, તિરંગા યાત્રા દરમિયાન થઈ હતી હત્યા

પ્રખ્યાત ચંદન ગુપ્તા હત્યા કેસમાં કોર્ટે સંભળાવ્યો ચૂકાદો, તિરંગા યાત્રા દરમિયાન થઈ હતી હત્યા

01/02/2025 National

SidhiKhabar

SidhiKhabar

પ્રખ્યાત ચંદન ગુપ્તા હત્યા કેસમાં કોર્ટે સંભળાવ્યો ચૂકાદો, તિરંગા યાત્રા દરમિયાન થઈ હતી હત્યા

Chandan Gupta Murder Case: ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ તિરંગા યાત્રા દરમિયાન થયેલા રમખાણોમાં ચંદન ગુપ્તાની હત્યા કરી દેવામાં આવી હતી. આ બહુચર્ચિત કેસમાં લખનૌની NIA કોર્ટે 28 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તમામ ગુનેગારોને શુક્રવારે સજા સંભળાવવામાં આવશે.


શું હતો કાસગંજ રમખાણોનો મામલો?

શું હતો કાસગંજ રમખાણોનો મામલો?

26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન હિંસા ભડકી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો લગભગ 100 મોટરસાઇકલ પર ત્રિરંગા અને ભગવા ધ્વજ સાથે યાત્રા કરી રહ્યા હતા, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) કાર્યકર ચંદન ગુપ્તા પણ સામેલ હતો. યાત્રા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનો સાથે ઘર્ષણ થયું હતું. આ હિંસક અથડામણમાં ચંદન ગુપ્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચંદનના મોત બાદ કાસગંજમાં ઘણા દિવસો સુધી સ્થિતિ ખરાબ હતી. કાસગંજમાં લગભગ એક અઠવાડિયા સુધી રમખાણો થયા હતા.


તપાસ NIAને સોંપવામાં આવી હતી

તપાસ NIAને સોંપવામાં આવી હતી

ચંદન ગુપ્તાની હત્યાની તપાસ શરૂ કરવામાં આવી અને બાદમાં NIAને સોંપી દેવામાં આવી હતી. NIAએ તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે આ હત્યા એક કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી જેમાં ઘણા આરોપીઓ સામેલ હતા. આ કેસમાં કુલ 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી ઘણા પર હત્યા, રમખાણો અને સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવાના આરોપ હતા. લખનૌની NIA કોર્ટે તપાસના આધારે 28 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.


આજે ચૂકાદાનો દિવસ છે, કાલે સજા

આજે ચૂકાદાનો દિવસ છે, કાલે સજા

તિરંગા યાત્રા દરમિયાન થયેલી આ હત્યા કેસમાં આજે ચૂકાદાનો દિવસ હતો. આ હત્યા કેસમાં સંડોવાયેલા 28 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દોષિત આરોપીઓની સજાનો નિર્ણય આવતીકાલે 3 જાન્યુઆરીએ થશે.

NIAએ તમામ આરોપીઓને કોર્ટમાં સમન્સ પાઠવ્યા હતા. NIA કોર્ટની સુનાવણી પર રોક લગાવવા માટે આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આરોપીઓની અરજી ફગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top