મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત, 20 લોકો બીમાર

મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત, 20 લોકો બીમાર

10/29/2024 National

SidhiKhabar

SidhiKhabar

મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત, 20 લોકો બીમાર

Hyderabad Woman dies after eating momos: હૈદરાબાદમાં લોકો માટે મોમોઝ ખાવા સમસ્યા બની ગઇ છે. અહીં બંજારા હિલ્સના નંદીનગરમાં, લોકોને રસ્તાની બાજુના ફૂડ સ્ટોલ પર મોમોઝ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઇ ગયું. બીમાર પડતા એક મહિલાનું મોત થઇ ગયું છે અને 20થી વધુ લોકો બીમાર છે.


પોલીસે ફૂડ સ્ટોલના માલિક સામે FIR દાખલ કરી

પોલીસે ફૂડ સ્ટોલના માલિક સામે FIR દાખલ કરી

પોલીસના જણાવ્યા અનુસાર, લોકોએ ગયા શુક્રવારે મોમોઝ ખાધા હતા, ત્યારબાદ તેમની તબિયત બગડી હતી. સોમવારે મહિલાના મોત બાદ લોકોએ આ અંગે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફૂડ સ્ટોલના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક નાગરિક એજન્સીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હૉસ્પિટલ પહોંચેલા લોકોએ પેટમાં દુઃખાવો, ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી. મહિલાના મોત બાદ તબીબોએ તેના પેટમાંથી સેમ્પલ લીધા છે, તપાસ બાદ લોકોના બીમાર પડવા પાછળનું સ્પષ્ટ કારણ જાણી શકાશે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના પરિવારજનોનું નિવેદન લેવામાં આવ્યું છે. મહિલાના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે.


મોમોસના સેમ્પલ લેવામાં આવ્યા

મોમોસના સેમ્પલ લેવામાં આવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર, જે ફૂડ સ્ટોલમાંથી મોમોઝ ખાવામાં આવ્યા હતા ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સંદર્ભે, નાગરિક એજન્સીઓને અન્ય ખાદ્યપદાર્થોની દુકાનોની તપાસ અને દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top