ફટાકડાઓમાં વિસ્ફોટના કારણે મંદિરના ઉત્સવમાં અકસ્માત, 150 લોકો માઠી રીતે દાઝ્યા

ફટાકડાઓમાં વિસ્ફોટના કારણે મંદિરના ઉત્સવમાં અકસ્માત, 150 લોકો માઠી રીતે દાઝ્યા

10/29/2024 National

SidhiKhabar

SidhiKhabar

ફટાકડાઓમાં વિસ્ફોટના કારણે મંદિરના ઉત્સવમાં અકસ્માત, 150 લોકો માઠી રીતે દાઝ્યા

Kerala Temple Fireworks Explosion: કેરળના એક મંદિરમાં ફટાકડાઓમાં વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના મંદિરના ઉત્સવ દરમિયાન બની હતી, જેમાં લગભગ 150 લોકો માઠી રીતે દાઝી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ લોકો બહાર આવ્યા તો બચાવી લેવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને કાસરગોડ, કન્નુર અને મંગલુરુની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


જિલ્લા કલેક્ટર ઇનબશેખર કે.એ શું કહ્યું?

જિલ્લા કલેક્ટર ઇનબશેખર કે.એ શું કહ્યું?

સોમવારે મોડી રાત્રે કેરળમાં નિલેશ્વરમ નજીક વીરકાવુ મંદિરમાં કાલિયટ્ટુ ઉત્સવ દરમિયાન પંડાલમાં ત્યારે આગ લાગી ગઇ હતી, જ્યારે ફટાકડાની દુકાનમાં અચાનક તણખા ફાટી નીકળવાથી વિસ્ફોટ થઇ ગયો. અકસ્માતની માહિતી મળતા જ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને વહીવટીતંત્રએ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

જિલ્લા કલેક્ટર ઇનબશેખર કે.એ આક્ષેપ કર્યો છે કે ફટાકડાનો સ્ટોક પરવાનગી વિના કરવામાં આવ્યો હતો અને સુરક્ષા પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. બેદરકારી અને નજરઅંદાજીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઉત્સવના આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે અકસ્માતની તપાસનો અહેવાલ તૈયાર કરીશું અને આયોજકો સામે પગલાં લઈશું. ઇજાગ્રસ્તોને વળતર પણ અપાવવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top