બાંગ્લાદેશ સાથે થઈ બેઈમાની? દ. આફ્રિકા સામે બૉલ બાઉન્ડ્રીને પાર થવા છતા અમ્પાયરે ન આપ્યો ફોર, 4

બાંગ્લાદેશ સાથે થઈ બેઈમાની? દ. આફ્રિકા સામે બૉલ બાઉન્ડ્રીને પાર થવા છતા અમ્પાયરે ન આપ્યો ફોર, 4 રનથી મળી હાર

06/11/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશ સાથે થઈ બેઈમાની? દ. આફ્રિકા સામે બૉલ બાઉન્ડ્રીને પાર થવા છતા અમ્પાયરે ન આપ્યો ફોર, 4

T20 વર્લ્ડ કપ 2024ની મેચ નંબર 21 બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ. ન્યૂયોર્ક નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રનથી હરાવી દીધી.  એ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ T20 ઇન્ટરનેશનલમાં બાંગ્લાદેશ સામે કોઈ પણ મેચ ન ગુમાવવાનો દબદબો યથાવત રાખ્યો, પરંતુ આ મેચમાં એક પળે એવી પણ આવી, જ્યાં બૉલ બાઉન્ડ્રી પર લાગ્યા બાદ પણ અમ્પાયરે ફોર ન આપ્યો અને અંતે બાંગ્લાદેશને 4 રનોથી હારનો સામનો કરવો પડ્યો. તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું બાંગ્લાદેશ સાથે બેઈમાની થઈ? તો તેની જવાબ છે નહીં. કેમ કે નિયમોનુસર અમ્પાયરે બિલકુલ યોગ્ય નિર્ણય આપ્યો હતો, પરંતુ તેને તમે બાંગ્લાદેશનું ખરાબ નસીબ જરૂર કહી શકો છો. તો શું હતો મામલો અને કેમ અમ્પાયરે ચોગ્ગો જવા છતા 4 રન કેમ ન આપ્યા આવો સમજીએ.


બૉલ બાઉન્ડ્રી લાઇન પાર કરવા છતાં અમ્પાયરે બાયના 4 રન ન આપ્યા

બૉલ બાઉન્ડ્રી લાઇન પાર કરવા છતાં અમ્પાયરે બાયના 4 રન ન આપ્યા

બીજી ઇનિંગ (જ્યારે બાંગ્લાદેશ રન ચેઝ કરી રહી હતી) દરમિયાન 17મી ઓવરના બીજો બૉલ આફ્રિકન ફાસ્ટ બોલર ઓટનીલ બોર્ટમેને બાંગ્લાદેશના બેટ્સમેન મહમૂદુલ્લાહને ફેક્યો. બૉલ મહમૂદુલ્લાહના પેડ પર લાગ્યો અને સીધો બાઉન્ડ્રી તરફ જતો રહ્યો. બૉલ બાઉન્ડ્રી લાઇનને પાર જતો રહ્યો. આ બૉલ પર અપીલ થઈ, જેના પર મહમૂદુલ્લાહને ફિલ્ડ અમ્પાયરે આઉટ આપી દીધો. પરંતુ બાંગ્લાદેશી બેટ્સમેને અમ્પયારના નિર્ણયને રિવ્યૂ કર્યું અને થર્ડ અમ્પાયરે નોટઆઉટ કરાર આપ્યો કેમ કે બૉલ સ્ટમ્પને હિટ કરી રહ્યો નહોતો. એવામાં તમે વિચારી રહ્યા હશો કે અમ્પયારનો નિર્ણય બદલાવા પર બાયના 4 રન મળવા જોઈએ, પરંતુ બૉલ બાઉન્ડ્રી લાઇન પાર કરવા છતા અમ્પાયરે બાયના 4 રન ન આપ્યા.


બાંગ્લાદેશને કેમ ન મળ્યા 4 રન?

બાંગ્લાદેશને કેમ ન મળ્યા 4 રન?

નિયમ અનુસાર જો એક વખત અમ્પાયરે બેટ્સમેનને આઉટ કરાર આપી દીધો, પછી ભલે રિવ્યૂના માધ્યમથી નિર્ણય બદલાઈ જાય, પરંતુ એ બૉલ ડેડ થઈ જાય છે. તેના કારણે બાંગ્લાદેશને બાયના 4 રન ન આપવામાં આવ્યા. તેના પર પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે X પોસ્ટ કરી. તેમણે આ નિયમને ઉજાગર કરતા જણાવ્યું કે એક વખત બેટ્સમેનને આઉટ આપી દેવામાં આવે છે તો પછી બૉલ ડેડ થઈ જાય છે, જેના કારણે બાંગ્લાદેશને બાયનો ચોગ્ગો ન મળ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top