શનિ-રવિની રજાઓમાં સુરત નજીક ફરવા જવા માંગો છો? તો સાતપુડાની રમણીય ગીરીમાળામાં આવેલા આસ્થા અને પ

શનિ-રવિની રજાઓમાં સુરત નજીક ફરવા જવા માંગો છો? તો સાતપુડાની રમણીય ગીરીમાળામાં આવેલા આસ્થા અને પ્રકૃતિના સંગમ વિષે જાણો

08/03/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શનિ-રવિની રજાઓમાં સુરત નજીક ફરવા જવા માંગો છો? તો સાતપુડાની રમણીય ગીરીમાળામાં આવેલા આસ્થા અને પ

Tourist Place near Surat: જો તમે સુરત અથવા દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારમાં રહેતા હોવ, અને શનિ-રવિની રજાઓમાં પરિવાર-મિત્રો સાથે હરવા ફરવાનું કોઈ રમણીય સ્થળ શોધતા હોવ, તો આ ન્યૂઝ સ્ટોરી તમારા માટે છે. સુરતથી 112 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળ ઉપર કુદરત મહેરબાન હોય, એમ ચારે તરફ હરિયાળી, વૃક્ષો છવાયેલા જોવા મળશે. વળી અહીં પાણીનો ધોધ પણ છે, અને રહેવાની સગવડ પણ મળી રહે છે.


આ ઇકો-ટુરિઝમ પ્લેસ છે આસ્થા અને પ્રકૃતિનો સંગમ

આ ઇકો-ટુરિઝમ પ્લેસ છે આસ્થા અને પ્રકૃતિનો સંગમ

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું આસ્થા અને પ્રકૃતિના સંગમ સમું ઇકો ટુરિઝમ, ધોધ, ડુંગરો અને વનરાજીની વચ્ચે પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે પર્યટકોના ધાડે ધાડા ઉમટી પડે છે. એક તરફ પ્રકૃતિ અને બીજી તરફ આદિવાસી સમાજના આરાધ્ય દેવી દેવતા યાહામોગી માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું સ્થાનક આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે.

ઉમરપાડા તાલુકાથી પંદર વીસ કિલોમીટરની દુરી પર સાતપુડાની રમણીય ગીરીમાળામાં આવેલું દેવઘાટ ધામના દર્શન અને પ્રકૃતિની રમણિયતાને માણવા માટે દુર દુરથી પર્યટકો ઉમટી પડે છે. દેવઘાટ નદી પરથી પડતો ધોધ પર્યટકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો  છે. જયારે ઉંચા ઉંચા ડુંગરો અને લીલીછમ વનરાજી પ્રકૃતિના ખોળે રમવા માટે આહવાન કરે છે એમ કહીએ તો ખોટું નથી.


શું છે આ રમણીય સ્થળનો ઇતિહાસ?

શું છે આ રમણીય સ્થળનો ઇતિહાસ?

વડીલો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર દેવઘાટ ધામનું મુળ નામ “દેવકાંટ” છે. દેવકાંટ પરથી દેવઘાટ નામ પડયું હોવાનું જણાવે છે. આ સ્થળ યાહામોગી માતા, કાલિકા માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું મુળ સ્થાનક હોવાનું પણ અહીંના લોકો માને છે. આ ઉપરાંત અહીં અહીં બજરંગ બલી અને ભગવાન ભોલેનાથ પણ બિરાજમાન છે.

ઇકો-ટુરિઝમ સમિતિના પ્રમુખ અને દિવતણ ગામના રમેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અહીં આવતા પર્યટકો યાહામોગી માતાના દર્શન કરી જે પણ મનોકામના ધરાવતા હોય એ અવશ્ય પૂરી થતી હોવાનું કહી તેમણે મહાશિવરાત્રી અને મકરસંક્રાંતિના પર્વ પર અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે એમ વધુમાં ઉમેર્યું હતું.


કઈ રીતે કરાવશો બુકિંગ?

કઈ રીતે કરાવશો બુકિંગ?

આમ તો દરરોજ અહીં પર્યટકોનો ખાસ્સો ધસારો રહેતો હોય છે પરંતુ શનિ અને રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં ઉમટી પડે છે. ઝરમર ઝરમર વરસતા વરસાદમાં પર્યટકો અહીં દેવધાટ ધામના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથો સાથ પ્રકૃતિએ વેરેલા સૌંદર્યનું રસપાન કરી પ્રકૃતિ સાથે એકાત્મતાનો અનુભવ કરે છે.

રાત્રિરોકાણ કરવા માંગતા પર્યટકો માટે વન વિભાગ દ્વારા પરિસરીય ઇકો-ટુરિઝમ સેન્ટર ખાતે રહેવા જમવાની સંદર સગવડ ઉભી કરવામાં આવી છે. અહીં રોકાણ કરવા માંગતા પર્યટકોએ https://devghatecotourism.in/ વેબસાઇડ પર ઓનલાઇન બુંકિંગ કરવું ફરજીયાત છે. આ ઇકો ટુરિઝમ સેન્ટરનું સંચાલન દિવતણ ગ્રામ પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવે છે.


આટલી કાળજી અવશ્ય રાખજો, નહિતર...

આટલી કાળજી અવશ્ય રાખજો, નહિતર...

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થતો હોય ત્યારે નદીમાં સ્નાન કરવું તેમજ ધોધ પાસે જઇ સેલ્ફી લેવી, રિલ્સ બનાવવી, ફોટોગ્રાફી કરવી જોખમી સાબિત થઇ શકે છે. નિયમોનું પાલન ન કરવાથી જાન-માલનું નુકસાન થઇ સ્કે છે. જેથી પર્યટકોએ અહીં તૈનાત પોલીસકર્મીઓની સુચનાનું પાલન કરવું તેમજ સહયોગ આપવો જરૂરી છે.

શહેરની ભીડભાળથી દુર પ્રકૃતિની ગોદમાં શાંતિનો અનુભવ કરવા માંગતા પ્રકૃતિપ્રેમીઓ માટે દેવઘાટ એક ઉત્તમ વિકએન્ડ ડેસ્ટીનેશન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top