Paytmના CEOએ RBIના પ્રતિબંધનો તોડ શોધી કાઢયો..! RBIની કાર્યવાહી બાદ PAYTM ફાઉન્ડરની સ્પષ્ટતા,

Paytmના CEOએ RBIના પ્રતિબંધનો તોડ શોધી કાઢયો..! RBIની કાર્યવાહી બાદ PAYTM ફાઉન્ડરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

02/02/2024 National

SidhiKhabar

SidhiKhabar

Paytmના CEOએ  RBIના પ્રતિબંધનો તોડ શોધી કાઢયો..! RBIની કાર્યવાહી બાદ PAYTM ફાઉન્ડરની સ્પષ્ટતા,

Paytm Payments : Paytm Payments Bank પર RBIના પ્રતિબંધ બાદ Paytmના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે Paytm પેમેન્ટ્સ બેંકને લઈને કેન્દ્રીય બેંકના નિર્ણયની જાણકારી હજુ સુધી Paytmને નથી મોકલવામાં આવી. જોકે તેમણે કહ્યું છે કે તે કંપની માટે એક મોટી સમસ્યા છે. અમે બેંકની સાથે પાર્ટનરશિપમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ. અમે આવનાર થોડા દિવસોમાં તેને લઈને સ્થિતિ સ્પષ્ટ કરીશું.


Paytm પેમેન્ટ્સ બેંક પર નિર્ભરતા ઓછી કરશે Paytm

Paytm પેમેન્ટ્સ બેંક પર નિર્ભરતા ઓછી કરશે Paytm

વિજય શેખર શર્માએ જણાવ્યું કે વન કમ્યુનિકેશંસ અને Paytm પેમેન્ટ્સ સર્વિસ લિમિટેડ પોતાના નોડલ એકાઉન્ટ કોઈ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આરબીઆઈના આ એક્શનથી માર્કેટિંગ બિઝનેસ સર્વિસ પર કોઈ અસર નહીં પડે.

બે વર્ષ પહેલા નવા કસ્ટમર જોડવા પર રોક લગાવવામાં આવી હતી. તેના કારણે અમે અન્ય બેંકોની સાથે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. હવે Paytm પેમેન્ટ્સ બેંક પરથી પોતાની નિર્ભરતા સતત ઓછુ કરતા જઈશું. સાથે જ આરબીઆઈના દરેક આદેશનું સંપૂર્ણ પાલન કરીશું.


નિર્ણયની અસર ઓછી કરવાનો પ્રયત્ન

નિર્ણયની અસર ઓછી કરવાનો પ્રયત્ન

કંપનીના પ્રેસીડન્ટ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આરબીઆઈના નિર્ણયની ઓછામાં ઓછી અસર મર્ચન્ટ્સ પર પડે. પેટીએમ એપ પર બીજી બેંકો દ્વારા આપવામાં આવી રહેલા ફાસ્ટટેગ જેવી સુવિધાઓ મળે છે.

અમે પોતાના બધા પાર્ટનર્સની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ઈક્વિટી અને ઈંશ્યોરન્સ પર આ નિર્ણયનો કોઈ પ્રભાવ નહીં પડે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના ઓલ ઈન વન ક્યૂઆર કોડમાં મોટા ફેરફાર કરવા પડશે. અમે અન્ય બેંકોની સાથે વાતચીત કરી રહ્યા છીએ અને જલ્દી જ દરેક સવાલના જવાબની સાથે તમારા સામે હાજર થઈશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top