હરિયાણા વિધાનસભાની ચૂંટણી 2024ના પરિણામોમાં ભાજપે હેટ્રિક નોંધાવી છે. એક્ઝિટ પોલ બતાવી રહ્યા હતા કે કોંગ્રેસની સરકાર બની રહી છે, તેને પણ મંગળવારના ટ્રેન્ડે નિષ્ફળ કરી દીધા હતા. સરકારને ખેડૂતો અને કુસ્તીબાજોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, તેમ છતા ભાજપે હેટ્રિક લગાવી છે.
હરિયાણામાં ભાજપની જીતનું એક મુખ્ય કારણ ઉમેદવારોની પસંદગી છે. ઘણા લોકોએ આ તરફ ધ્યાન આપ્યું નથી, પરંતુ ભાજપે ઘણા મોટા અને જૂના નેતાઓની ટિકિટો કાપી અને એવા લોકોને ટિકિટ આપી જે વધુ સ્વીકાર્ય હતા.
તેની સાથે વંચિત અનુસૂચિત જાતિને ડિપ્રાઇવ્ડ શેડ્યૂલ કોસ્ટનો દરજ્જો આપવાથી પાર્ટી માટે મોટી અસર થઇ. હરિયાણામાં આ વર્ગનો 14 ટકા વોટ શેર છે.
હરિયાણાના ચૂંટણી પ્રભારી બન્યા બાદ તરત જ ધર્મેન્દ્ર પ્રધાને રોહતક, કુરુક્ષેત્ર, પંચકુલામાં પોતાનો કેમ્પ લગાવી દીધો હતો. હેલિકોપ્ટર દ્વારા મોટી સભા કરવાના બદલે તેઓ કારમાં ગ્રાઉન્ડ ઝીરો ગયા અને નાની સભાઓ કરી.
તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠકો કરતા, રિયલ ટાઇમ ફીડબેક લેતા અને નેતૃત્વને જાણ કરીને તરત જ ખામીઓ સુધારતા હતા.
તેમણે નારાજ નેતાઓને પણ સમજાવ્યા અને નબળા બૂથની ઓળખ કર્યા બાદ તેમણે અન્ય પક્ષોના મજબૂત કાર્યકરોને પણ અપનાવ્યા.
ધર્મેન્દ્ર પ્રધાને કાર્યકરોને કહ્યું હતું કે ટીવી અને સોશિયલ મીડિયા પર પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલી ગપસપથી નિરાશ ન થાવ અને મેદાન પર બમણા ઉત્સાહ સાથે કામ કરવાનું છે.
શિક્ષણ મંત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ ઝીરો પર PM મોદીનું ભાષણ, મુદ્દાઓ અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ડબલ એન્જિન સરકારનો ભરોસો જમીની સ્તર સુધી પહોંચાડવો પડશે.
આ સમગ્ર ચૂંટણી દરમિયાન વ્યૂહાત્મક રીતે પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને દૂર રાખવામાં આવ્યા હતા અને માત્ર નાયબ સિંહ સૈનીને આગળ રાખવામાં આવ્યા હતા.