Market updates : કયા શેર્સ પર ફોકસ સહેશે? સરકારે લીધેલ કયા નિર્ણયથી કઈ કંપનીને ફાયદો થશે? માર્ક

Market updates : કયા શેર્સ પર ફોકસ સહેશે? સરકારે લીધેલ કયા નિર્ણયથી કઈ કંપનીને ફાયદો થશે? માર્કેટની ચાલ કેવી રહેશે? જાણો

05/30/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Market updates : કયા શેર્સ પર ફોકસ સહેશે? સરકારે લીધેલ કયા નિર્ણયથી કઈ કંપનીને ફાયદો થશે? માર્ક

Market updates : ભારતીય બજારો આજે એશિયન બજારોની રેન્જની જેમ ફ્લેટ ખુલી શકે છે. સોમવારે યુરોપીયન સ્ટોક ઇન્ડેક્સ નીચા ગયા, પરંતુ યુ.એસ.એ સપ્તાહના અંતે દેવાની ટોચમર્યાદા અંગે નિર્ણય કરી લીધો હોવાના સમાચારને પગલે અમેરિકા પાર તોળાઈ રહેલું ભારે આર્થિક સંકટ ટાળ્યું હતું, અને વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ હકારાત્મક રહ્યું હતું. જો કે આ પરિસ્થિતિ બજારો માટે માત્ર ટૂંકા ગાળાની રાહત પૂરી પાડશે તેવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ફુગાવો અને વધુ દરમાં વધારો થવાની ચિંતાઓ રહે છે. મેમોરિયલ ડે માટે સોમવારે યુએસ બજારો બંધ રહ્યા હતા.

આ શેરોમાં જોવા મળશે હલચલ

આ શેરોમાં જોવા મળશે હલચલ

શેરબજારમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં સ્થાનિક બજારને ઝડપથી સપોર્ટ મળી શકે છે. SGX નિફ્ટી પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ પ્રકારના માર્કેટમાં પસંદગીના શેરો સમાચાર અને પરિણામોના આધારે એક્શન બતાવી શકે છે. તેમાં IRCTC, RIL, NBCC, ITC, Vedanta ના શેરનો સમાવેશ થાય છે. આજે Apollo Hospitals Ent, Adani Ports and SEZ અને Torrent Pharma ના રિઝલ્ટ્સ આવશે. આથી આ શેર્સમાં હલચલ દેખાવાની સંભાવના છે. મોટા રોકાણકારોની નજર પણ આ રિઝલ્ટ્સ પર હશે.

સરકારનો મહત્વનો નિર્ણય

સરકારનો મહત્વનો નિર્ણય

સરકાર ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ અને ઑફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ પર ટ્રાન્સમિશન ફી વસૂલશે નહીં. આગામી 25 વર્ષ સુધી ટ્રાન્સમિશન ફી લેવામાં આવશે નહીં. 31 ડિસેમ્બર 2022 પહેલા શરૂ થયેલા પ્રોજેક્ટ પર ટ્રાન્સમિશન ફી લેવામાં આવશે નહીં. આથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ / ગેઇલ / એનટીપીસી / આઇનોક્સ વિન્ડ અન્ય હાઇડ્રોજન કંપનીઓ ફોકસમાં છે.

આ સિવાય નીચેની કંપનીઝ ફોકસમાં રહેશે.

Apollo Micro Systems Ltd

Apollo Micro Systems Ltd

વધુમાં વધુ ~200 કરોડ સુધી ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત મંજૂર. આ રકમ સુવિધાના વિસ્તરણ, સામાન્ય કોર્પોરેટ અને ટેક્નોલોજી કંપનીઓના સંપાદન પર ખર્ચવામાં આવશે.

Inox Wind – શેરની કિંમત વધી

Inox Wind – શેરની કિંમત વધી

આઇનોક્સ વિન્ડે એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ પાસેથી 150 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે ઓર્ડર મેળવ્યો છે, જે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડની સંપૂર્ણ પેટાકંપની છે, જે એનટીપીસી લિમિટેડના આરઇ બિઝનેસ વર્ટિકલ છે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં અમલમાં આવશે. આ સાથે એનટીપીસી તરફથી આઈનોક્સ વિન્ડને અત્યાર સુધીમાં કુલ 550MWનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

(ડિસ્‍ક્‍લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top