કોણ છે અંશુમન ઠાકુર અને હિતેશ સેઠિયા, જે બોર્ડમાં ઈશા અંબાણીને આપશે સાથ

કોણ છે અંશુમન ઠાકુર અને હિતેશ સેઠિયા, જે બોર્ડમાં ઈશા અંબાણીને આપશે સાથ

11/17/2023 Business

SidhiKhabar

SidhiKhabar

કોણ છે અંશુમન ઠાકુર અને હિતેશ સેઠિયા, જે બોર્ડમાં ઈશા અંબાણીને આપશે સાથ

રિલાયન્સ ગ્રૃપની એક કંપની છે, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ. તેના ડિરેક્ટર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ઈશા અંબાણી સાથે સાથે બે અન્ય નામોને સ્વીકૃતિ આપી છે. તેમાં અંશુમન ઠાકુર અને હિતેશ કુમાર સેઠિયાનું નામ સામેલ છે. તમારા માટે ઈશા અંબાણીનું નામ કોઇ નવું નથી કેમ કે તે અબજપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી છે, પરંતુ અંશુમન અને હિતેશને તમે કદાચ જ જાણતા હશો. તો ચાલો આજે અમે આ આર્ટિકલમાં તેમની સાથે પરિચય કરાવીએ.


કોણ છે ઈશા અંબાણી:

કોણ છે ઈશા અંબાણી:

ઈશા અંબાણીને તો તમે જાણતા જ હશો કે, તેઓ મુકેશ અંબાણીની દીકરી છે. ગત દિવસોમાં જ તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે તેઓ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના બોર્ડમાં પણ હશે. ઇશાએ યેલ યુનિવર્સિટીથી મનોવિજ્ઞાન અને દક્ષિણ અશિયન સ્ટડીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે MBA કર્યું છે. મુકેશ અંબાણીએ એક પ્રકારે રિલાયન્સ રિટેલના મુખિયા ઇશાને જ બનાવી રાખ્યા છે. તેઓ આ કંપનીની એક્ઝિક્યુટિવ લીડરશિપ ટીમમાં સામેલ છે. રિલાયન્સ જિયોના કોન્સેપ્ટને પણ તૈયાર કરવામાં ઇશાનો મોટો હાથ માનવામાં આવે છે. આ સમયે આ કંપનીનો વિસ્તાર ઘણા વર્ટિકલમાં કરવામાં આવી રહ્યો છે. રિટેલ સેગમેન્ટમાં જોઈએ તો આ સમયે આ કંપની આવકના મામલે સૌથી મોટી કંપની બનીને ઊભરી છે.


કોણ છે અંશુમન ઠાકુર:

ઇન્વેસ્ટમેન્ટ બેન્કરના રૂપમાં વિખ્યાત અંશુમન ઠાકુરે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે જાણીતી સંસ્થા IIM અમદાવાદથી MBA પણ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરના રૂપમાં કામ કરવાનો તેની પાસે લગભગ અઢી દશકનો અનુભવ છે. તેમને કોર્પોરેટ સ્ટ્રેટેજિસ્ટ પણ માનવામાં આવે છે. તેને ફાઇનનશિયલ સેક્ટરના ઘણા સબ સેક્ટરમાં કામ કરવાનો અનુભવ છે. અંશુમન વર્ષ 2014માં રિલાયન્સ સાથે જોડાયા હતા. આ સમયે તેઓ જિયો પ્લેટફોર્મ લિમિટેડમાં સીનિયર VP છે. આ કંપનીમાં તેમની જવાબદારી કંપનીની સ્ટ્રેટેજી પ્લાનિંગ અને તે ધરાતલ પર ઉતારવાનું છે. રિલાયન્સ સાથે જોડાવા અગાઉ તેઓ મર્ગન સ્ટેનલી, આર્થર એન્ડરસન અને એર્ન્સ્ટ એન્ડ યંગ જેવી વિખ્યાત કંપનીઓ સાથે પણ કામ કરી ચૂક્યા છે.


કોણ છે હિતેશ સેઠિયા:

કોણ છે હિતેશ સેઠિયા:

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂકેલા હિતેશ કુમાર સેઠિયા એક પ્રોફેશનલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેઓ દુનિયાના ઘણા દેશોમાં ફરી ફરીને નોકરી કરી ચૂક્યા છે. યુરોપ, એશિયા અને નોર્થ અમેરિકામાં તો તેમણે બે દશક વિતાવ્યા છે. તેઓ ઘણા દેશોમાં સ્ટ્રેટેજી ફોર્મ્યૂલા, માર્કેટ ડેવલપમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ વગેરે ક્ષેત્રોમાં કામ કરી ચૂક્યા છે. લાંબા સમય સુધી ICICI બેંકમાં કામ કરતાં તેઓ કેનેડા, જર્મની, યુનાઈટેડ કિંગડમ, હોંગકોંગ વગેરે દેશોમાં પણ તૈનાત રહ્યા છે. હવે તેઓ રિલાયન્સ ગ્રૃપમાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top