ગંભીર અને BCCI વચ્ચે ક્યાં અટકી વાત? જાણો હેડ કોચના નામની જાહેરાતમાં મોડું થવાનું કારણ
BCCI જલદી જ ભારતીય ટીમના નવા હેડ કોચની જાહેરાત કરશે. તેના માટે ગૌતમ ગંભીર અને ડબલ્યુ.વી. રમનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ મુજબ ગંભીરનું હેડ કોચ બનવાનું લગભગ નક્કી છે, પરંતુ સેલેરીને લઈને વાત ચાલી રહી છે. BCCI ભારત-શ્રીલંકા સીરિઝ અગાઉ હેડ કોચની જાહેરાત કરી શકે છે. ગંભીર ભારતીય ટીમના શાનદાર ખેલાડી રહ્યા છે અને તેમને કોચિંગનો પણ અનુભવ છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ગૌતમ ગંભીરનું હેડ કોચ બનવાનું લગભગ નક્કી છે, પરંતુ અત્યારે અનાઉન્સમેન્ટમાં મોડું થઈ રહ્યું છે, તેનું કારણ સેલેરી છે. ગંભીર હાલમાં BCCI સાથે સેલેરીને લઈને વાતચીત કરી રહ્યા છે. આ બંને વચ્ચે જ્યારે સહમતી બની જશે તો જાહેરાત પણ થઈ જશે? ભારતીય ટીમે શ્રીલંકાના પ્રવાસે જવાનું છે. પ્રવાસથી બરાબર પહેલા હેડ કોચની જાહેરાત થઈ શકે છે.
BCCI સપોર્ટ સ્ટાફ માટે પણ જલરી જ અરજી મગાવશે. ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોર, બોલિંગ કોચ પારસ મહામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી. દીલિપનો કાર્યકાળ ખતમ થઈ ગયો છે. હેડ કોચ રાહુલ દ્રવિડ પણ T20 વર્લ્ડ કપ 2024 સુધી જ ભારતીય ટીમ સાથે હતા. ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે 5 મેચોની T20 સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝ માટે VVS લક્ષ્મણને કોચિંગની જવાબદારી આપવામાં આવી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચાની T20 અને એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી T20 મેચ 27 જુલાઈએ રમાશે. ત્યારબાદ બીજી મેચ 28 જુલાઇ અને ત્રીજી મેચ 30 જુલાઈએ રમાશે. ત્યારબાદ 2 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ રમાશે. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ માટે કે.એલ. રાહુલ કે હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp