BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી A+ ગ્રેડમાં રહેશે કે નહીં? થઇ ગયો ખુ

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી A+ ગ્રેડમાં રહેશે કે નહીં? થઇ ગયો ખુલાસો

04/01/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી A+ ગ્રેડમાં રહેશે કે નહીં? થઇ ગયો ખુ

BCCI Central Contract 2025:  ભારતીય ટીમને પોતાની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતડનાર રોહિત શર્મા તે BCCIની 2024-25ની કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. મીડિયા રિપોર્ટ્સ BCCIના સૂત્રોના સંદર્ભે કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી પણ પોતાનો કોન્ટ્રાક્ટ યથાવત રાખશે, તે પણ A+ ગ્રેડમાં રહેશે. જ્યારે શ્રેયસ અય્યર યાદીમાં વાપસી કરશે.

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. વિરાટ કોહલીએ પણ આ ફાઈનલ મેચ બાદ T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, T20માંથી નિવૃત્તિ બાદ પણ બંનેને A+ ગ્રેડમાં રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બોર્ડનું માનવું છે કે, બંને દિગ્ગજ ક્રિકેટર્સ ટીમની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને એ સન્માન મળવું જોઈએ, જેના તેઓ હકદાર છે.

ફેબ્રુઆરી 2024માં BCCIએ વિરાટ, રોહિતની સાથે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને A+ ગ્રેડમાં સામેલ કર્યા હતા. ગ્રેડ Aમાં કુલ 6 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જોકે શ્રેયસ અય્યરનું નામ તેમાં સામેલ નહોતું.


શ્રેયસ અય્યરની થશે વાપસી

શ્રેયસ અય્યરની થશે વાપસી

શ્રેયસ અય્યરને ગત વર્ષે કેટલીક ડોમેસ્ટિક મેચો ન રમવાના કારણે BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દીધો હતો. અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, તેણે 5 ઇનિંગ્સમાં 243 રન બનાવ્યા હતા. તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી કરવા તૈયાર છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, ઈશાન કિશનને આ વખતે પણ લિસ્ટમાંથી બહાર રાખી શકાય છે. ગયા વર્ષે અય્યરની સાથે તેને પણ પડતો મૂકવામાં આવ્યો હતો. ઈશાને 2023 બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.


ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની લિસ્ટમાં સામેલ ખેલાડીઓ (2023-24)

ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની લિસ્ટમાં સામેલ ખેલાડીઓ (2023-24)

A+ ગ્રેડ

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બૂમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A

આર અશ્વિન, મો. શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ B

સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જાયસ્વાલ.

ગ્રેડ C

રિંકૂ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કે.એસ. ભરત, પ્રસીદ કૃષ્ણા, અવેશ ખાન અને રજત પાટીદાર.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top