ઘોર કળિયુગ: હવે પતિ નહીં, પ્રેમી પરમેશ્વર થયા, મેરઠ જેવો જ વધુ એક હત્યાકાંડ

ઘોર કળિયુગ: હવે પતિ નહીં, પ્રેમી પરમેશ્વર થયા, મેરઠ જેવો જ વધુ એક હત્યાકાંડ

03/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઘોર કળિયુગ: હવે પતિ નહીં, પ્રેમી પરમેશ્વર થયા, મેરઠ જેવો જ વધુ એક હત્યાકાંડ

Jaipur Murder: હવે ઘોર કળિયુગ આવી ગયો છે. દેશમાં હત્યાઓ અને મર્ડરની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. મેરઠમાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો, જ્યારે રાજસ્થાનથી પણ કંઇક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં એક પત્નીએ પ્રેમી સાથે પતિને મારી નાખીને મૃતદેહને જંગલમાં ફેકી દીધો અને પછી ઓળખ છુપાવવા માટે મૃતદેહ પર આગ લગાવી દીધી. એમ કહેવાય છે કે પતિ પરમેશ્વર હોય છે, પરંતુ હવે આ ઘટનાઓને જોતા એવું લાગે છે પતિ પરમેશ્વર નહી, પ્રેમી પરમેશ્વર થઇ ગયા છે.

પોલીસ કમિશનરેટના દક્ષિણ જિલ્લાની DST ટીમ અને મુહાના પોલીસ સ્ટેશનની ટીમે 4 દિવસ અગાઉ મુહાના વિસ્તારમાં રિંગ રોડ નેવટા પુલ પાસે હત્યા કરીને ફેંકી દેવાયેલા વ્યક્તિના અર્ધ-બળેલા મૃતદેહ પર ખુલાસો કર્યો કર્યો હતો. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો. આ કેસમાં પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.


મૃતક શાકભાજી વેચવાનું કામ કરતો હતો

મૃતક શાકભાજી વેચવાનું કામ કરતો હતો

DCP (દક્ષિણ) દિગંત આનંદે જણાવ્યું હતું કે આરોપી દીનદયાળ કુશવાહા (ઉંમરે 30) અને ગોપાળી દેવી (42)ની ધરપકડ કરવામાં આવી છે. મૃતક ધન્નાલાલ સૈની હટવાડામાં શાકભાજી વેચવાનું કામ કરતો હતો. પત્ની ગોપાળી દેવી 5 વર્ષથી આરોપી દીનદયાળ સાથે પ્રેમ સંબંધમાં હતી. તે તેના પતિને કહેતી કે તે એક ફેક્ટરીમાં કામ કરે છે.

15 માર્ચે, ધન્નાલાલ પત્નીના કામ વિશે માહિતી મેળવવા માટે કાશીદો વાલી ગલીમાં દીનદયાળની કપડાની દુકાને પહોંચ્યો. ગોપાલીને દીનદયાળ સાથે કામ કરતા જોઇ. તેમની વચ્ચે આ અંગે ચર્ચા થઈ. પછી ગોપાલીએ દીનદયાલ સાથે મળીને ધન્નાલાલની હત્યાનું કાવતરું ઘડ્યું.


લોખંડના પાઇપથી માથા પર માર માર્યો

લોખંડના પાઇપથી માથા પર માર માર્યો

આરોપીઓ ધનલાલને દુકાનની ઉપર બનેલી દુકાનમાં લઈ ગયા. લોખંડના પાઇપથી માથાના ભાહે વાર કરીને તેને ઇજાગ્રસ્ત કરી દીધો. ત્યારબાદ ગોપાલીએ દોરડાથી ગળું દબાવીને તેની હત્યા કરી દીધી. મૃતદેહને ઠેકાણે લગાવવા માટે, પ્લાસ્ટિકની કોથળીઓ સહિત પેક કરી દીધો અને તેને બાઇક પર લઇ જઇને રિંગ રોડ નેવટા પુલ પાસે જંગલમાં ફેંકી દીધો અને ઓળખ છુપાવવા માટે આગ લગાવી દીધી. હત્યા કર્યા બાદ, ગોપાળી અને દીનદયાળ ઘર છોડી જવાના ફિરાકમાં હતા. આ દરમિયાન પોલીસે તેમને પકડી લીધા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top