સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, સિવિલ હૉસ્પિટલમાંથી નવજાત ચોરનાર મહિલાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી, જુઓ વીડિયો
Surat Civil Hospital: શુક્રવારે સાંજે સુરત સિવિલ હૉસ્પિટલમાંથી તાજા જન્મેલા બાળકની ચોરી થઇ જતા હાહાકાર મચી ગયો હતો અને સુરત સિવિલ હૉસ્પિટલની બેદરકારી છતી થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ત્યારબાદ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ બાળચોર મહિલાની ધરપકડ કરી લેવાની પ્રશંસનીય કામગીરી કરી છે. હાલમાં બાળક સ્વસ્થ હોવાનું કહેવાઇ રહ્યું છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
મળતી માહિતી મુજબ, પાંડેસરા-બમરોલી રોડ પર આવેલા ગોવર્ધન નગરમાં રહેતી 23 વર્ષીય સંધ્યા શુક્લાને ગઇકાલે પ્રસૂતિના દુઃખાવા બાદ પરિવારજનોએ નવી સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. અહીં તેને સ્ટેમસેલ બિલ્ડિંગમાં દાખલ કરવામાં આવી હતી. સંધ્યાએ બપોરના સમયગાળામાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સંધ્યા અને નવજાતને વધુ સારવાર માટે બિલ્ડિંગના બીજા માળે દાખલ કરવામાં આવ્યા હતા.
Surat Newborn Kidnapping Case A woman has been arrested from Dindoli in connection with the kidnapping of a newborn from Surat New Civil Hospital.👶 The baby has been rescued safely by the police.👮♀️ Accused Radha Raju, a resident of Lakshmi Narayan Nagar, Dindoli, is in… pic.twitter.com/8tSA3tIdbz — Benefit News (@BenefitNews24) March 22, 2025
Surat Newborn Kidnapping Case A woman has been arrested from Dindoli in connection with the kidnapping of a newborn from Surat New Civil Hospital.👶 The baby has been rescued safely by the police.👮♀️ Accused Radha Raju, a resident of Lakshmi Narayan Nagar, Dindoli, is in… pic.twitter.com/8tSA3tIdbz
સાંજે 7:00 વાગ્યાના સમયગાળામાં સંધ્યાની નજર ચૂકવીને એક મહિલાએ નવજાતને ચોરી લઇ ગઇ હતી. પરિવારને જાણ થતા નવજાત અને મહિલાની શોધખો કરી હતી પરંતું કોઇ ભાળ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે પોલીસે ગણતરીના કલાકોમાં બાળચોર મહિલાની ધરપકડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. પરંતુ હવે જોવાનું તો એ રહેશે કે આ ઘટના બાદ હૉસ્પિટલ પ્રશાસનની ઊંઘ ઉડે છે કે નહીં? આવી બીજી ઘટના ન બને તે માટે કોઈ પગલા ઉઠાવે છે કે પછી જૈશે થે, સાવધાન વિશ્રામ?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp