2000 વર્ષ જૂની વાઇન.. આ જગ્યાથી પ્રાચીન બકબરામાં મળી મૃત રોમન વ્યક્તિની લાસ્ટ ડ્રિંક!
પ્રાચીન રોમન નેક્રોપોલિસમાં એક જગ્યા હતી, જેને હવે સ્પેન કહેવામાં આવે છે. અહી પુરાતત્વવિદોને એક મકબરાથી વાઇનની જાર નીકળી છે. આ જારમાં 2000 વર્ષ જૂની વાઇન છે. જ્યારે મકબરામાં વધુ શોધખોળ કરવામાં આવી તો ખબર પડી કે આ વાઇન ત્યાં દફનાવવામાં આવેલા એક મૃત રોમન વ્યક્તિ માટે અંતિમ ડ્રિંક તરીકે રાખવામાં આવી હતી. આ વાઇન એક કાંચની ડિઝાઇનર જારમાં રાખવામાં આવી હતી, જે આજે પણ ભીની અને તરલ છે, પરંતુ આ જારને માટીના કવરથી ઢાંકી દેવામાં આવી હતી.
રાસાયણિક તપાસમાં ખબર પડી કે આ વાઇન પહેલા સફેદ રંગની મીઠી ડ્રિંક હતી, પરંતુ એટલા વર્ષોમાં તે લાલ રંગની થઈ ગઈ છે. તેમાં માણસના શરીરના કેટલાક ખૂબ જ સૂક્ષ્મ હિસ્સા મળેલા છે. પુરતત્વવિદોએ તેને દુનિયાની સૌથી જૂની વાઇન માની લીધી છે. તેણે ચોથી સદીના સ્પીયર વાઇન બોટલનો રેકોર્ડ કંઈક 100 વર્ષોનો તોડી દીધો છે. આર્કિયોલોજિસ્ટ જુઆન મેન્યુઅલ રોમને કહ્યું કે, અમે જ્યારે આ વાઇન શોધી તો હેરાન રહી ગયા. આ મકબરો પોતાની જાતમાં એક મ્યુઝિયમ જેવો છે. અહી ઘણી દુર્લભ વસ્તુઓ મળી છે.
આ મકબરાની શોધ વર્ષ 2019માં થઈ હતી. ત્યારથી તેનું ખનન ચાલી રહ્યું હતું. આ કામમાં ખૂબ સૂક્ષ્મતા અને ધૈર્યની જરૂરિયાત હોય છે. આ મકબરો પોતાના સમયનો લક્ઝરી હતો. અહી પછોલી પરફ્યૂમ, રત્ન, ઘરેણાં, કપડાં, કાંચની વસ્તુઓ અને એક મોટું લીડ કન્ટેનર પણ મળ્યું છે. જ્યારે કન્ટેનર ખોલવામાં આવ્યું તો તેમાં સીલ કરેલી જાર મળી. આ જારની અંદર કેટલોક તરા પદાર્થ મળ્યો. તપાસ કરવા પર ખબર પડી કે આ તો પ્રાચીન વાઇન છે.
એ સમયના લોકો પોતાના સગા સંબંધીઓના મૃત્યુ પર તેમના મકબરમાં તેમની પસંદગીની વસ્તુ રાખતા હતા. એ સંભવ છે કે જારમાં વાઇન આખી ભરેલી હશે, પરંતુ એટલા સમયમાં તે અડધી જ બચી છે કેમ કે આ વિસ્તાર પૂરગ્રસ્ત પણ રહ્યો. આ શોધ હાલમાં જ જર્નલ ઓફ આર્કિયોલોજિકલ સાયન્સ રિપોર્ટ્સમાં પ્રકાશિત થઈ છે. જુઆને જણાવ્યું કે, કેટલાક લોકો તો સોનાની જારમાં વાઇન ભરીને મકબરામાં રાખતા હતા. કેટલાક તેમાં રોમન દેવતા જાનુસની પ્રતિકૃતિ બનાવીને રાખતા હતા. જે રોમમાં સમયના દેવતના રૂપમાં મનાતા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp