ટ્રેક્ટર પલટી જતા 17 લોકો પાણીમાં તણાયા, 11નું રેસ્યૂં, 6ની શોધ યથાવત
મોરબીમાં ટ્રેક્ટર પલટી જતાં 17 લોકો પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટના હળવદના ઢવાણા ગામ પાસે બની હતી. ગામના કોઝવ પરથી નીકળતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ એ વિસ્તારના ધારાસભ્ય, કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. NDRF, SDRF અને ફાયર વિભાગની ટીમોએ મળીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 6 લોકોની શોધખોળ ચાલી રહી છે. NDRF, SDRF અને ફાયર વિભાગની ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે.
આ અંગે કલેકટેર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું હતું. તેમાં કુલ મળીને 17 લોકો બેઠા હતા. જેમાંથી 4 લોકોને જે તે સમયે જ બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને એક મહિલા સહિત 2 વ્યક્તિ પાણીમાં તણાયા હતા, જેમને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે અને કેટલાક લોકો નદીના બીજા છેડે બહાર જાતે આવી ગયા હતા. આમ 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને જે ગુમ છે, તેમને શોધવાની કામગીરી રાતે પણ NDRF અને SDRF ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. ગામના જ રહેવાસીઓ તેમજ અહીં મજૂરી કામ કરવા માટે આવેલા આદિવાસી પરિવારના લોકો ટ્રેક્ટરમાં બેસીને જૂના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી અને સરકાર તરફથી તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp